News of Monday, 25th August 2025
નવયુગ સંકુલ ખાતે મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો, ૨૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો.
મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આયોજન.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય અંતર્ગત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા દર વર્ષે લોકોમા રહેલી કલાને આગવું સ્થાન મળે એવા હેતુ સાથે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે જિલ્લા કક્ષાના કલામહાકુંભનું આયોજન નવયુગ સંકુલ ખાતે 24 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 2500 સ્પર્ધકોએ ઉત્સાહપુર્વક ભાગ લઈ પોતાની કલા રજૂ કરી હતી.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
