News of Tuesday, 26th August 2025
માળિયાના વાધરવા ગામ નજીક બાઈક સ્લીપ થતા પરપ્રાંતીય યુવાનનું મોત.
બાઈક સ્લીપ થઇ જતા બાઈક સહીત પડી જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના વાધરવા ગામ નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો અને કોઈ કારણોસર બાઈક સ્લીપ થઇ જતા બાઈક સહીત પડી જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અણીયારી ચોકડી પાસે મામા લેમિનેટ કારખાનામાં કામ કરતા બબલેશ શિવરત રાવત (ઉ.વ.૨૮) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને બાઈક જીજે ૩૬ એએન ૭૪૬૧ નો ચાલક વિકાસસેન રામજસસેન નાઈ (ઉ.વ.૨૫) વાળા બંને વાધરવા ગામથી ભીમસર ચોકડી તરફ બાઈક લઈને જતા હતા બાઈક વિકાસસેન ચલાવતો હતો અને કોઈ કારણોસર કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતા બાઈક ચાલક વિકાસસેને પોતાને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
