<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

મોરબીમાં સતત 20માં વર્ષે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન.

19 વર્ષથી ગણેશોત્સવના સફળ આયોજન બાદ 20માં વર્ષમાં મંગલ પ્રવેશ: ત્રણ મહિનાથી લગભગ 50થી 60 જેટલા સ્વયંસેવકોની અથાગ મહેનત દ્વારા ભવ્ય આયોજન કરાયું.

( પ્રવિણ  વ્યાસ દ્વારા ) મોરબીમાં છેલ્લા 19 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરતા પટેલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન રામેશ્વર ફાર્મ ખાતે રવાપર ધુનડા રોડ પર, ક્રિષ્ના સ્કૂલથી આગળ અને નવજીવન સ્કૂલ પહેલા કરવામાં આવ્યું છે. જેમાં ગણેશજીનું સ્થાપન 27 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. ત્યારબાદ દરરોજ સાંજે 7 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીનું વિસર્જન 6 સપ્ટેમ્બરના રોજ થશે, અને તે દિવસે બપોરે 12 વાગ્યે મહાઆરતી પણ યોજાશે.

     આ વર્ષે 20મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા આયોજકોએ ગણેશ ભક્તો માટે પાર્કિંગની પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. જેમાં ખાસ પાર્કિંગની સુચારૂ વ્યવસ્થા કરાઈ છે. જેથી ભક્તોને કોઈ અગવડતા ન પડે તેની તકેદારી રાખવામાં આવી છે. પટેલ ગ્રુપ દ્વારા દર વર્ષે એક સારા સંદેશ સાથે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. ગયા વર્ષે 'ચારધામ અને જ્યોતિર્લિંગ'ની થીમ બાદ આ વર્ષે પણ એક નવીન થીમનું આયોજન કરવામાં આવ્યું છે, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જે નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    આ ઉપરાંત, છેલ્લા ત્રણ મહિનાથી લગભગ 50થી 60 જેટલા સ્વયંસેવકો દ્વારા આ ઉત્સવને સફળ બનાવવા માટે ભારે મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે આ ગણેશ ઉત્સવમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્યો, સાંસદ સભ્યો, અને વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સાથે, સરકારના આદેશ મુજબ 'ઓપરેશન સિંદૂર' સંદર્ભે પણ વિશેષ આયોજન કરાયું છે. આયોજકો દ્વારા મોરબીની સર્વ ધર્મ પ્રેમી જનતાને આ ઉત્સવમાં ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

(12:58 AM IST)