News of Tuesday, 26th August 2025
પોરબંદરને પાણી પૂરું પાડતો બિલેશ્વર નજીકનો ફોદાળા ડેમ ઓવરફ્લો
ડેમ ઓવરફ્લો થતાં રાણાવાવ તાલુકાના સંભવિત 13 ગામોને એલર્ટ કરાયા

પોરબંદરને પાણી પૂરું પાડતો બિલેશ્વર નજીકનો ફોદાળા ડેમ ઓવરફ્લો થયો છે. ફોદાળા ડેમ ઓવરફ્લો થતાં બિલેશ્વર નદીના કાંઠાના લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર કરવી નહીં કરવા સૂચન કરાયું છે.
ફોદાળા ડેમ ઓવરફ્લો થતાં રાણાવાવ તાલુકાના સંભવિત 13 ગામોને એલર્ટ કરાયા છે. જે બિલેશ્વર, હનુમાનગઢ, ગાંડિયાવાળા નેશ, સાજણાવાળા નેશ, કાઢીયાનેશ, ઝારેર નેશ, આશિયાપટ, રન ખીરસર, રાણા કંડોરણા, ખિજદળ, ઠોયાણા, જાંબુ અને રાણા વડોત્રાને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચન કરાયું છે. બંને ડેમ ભરવાથી પોરબંદર જિલ્લાને આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા નહીં રહે.
(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
