<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

ગોંડલની જીવાદોરી સમાન વેરીતળાવ છલોછલઃ ઓવરફલો થવામાં ૩ ઇંચ બાકી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૨૬: છેલ્‍લા અઠવાડીયા થી ગોંડલ પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો હોય ગોંડલનું જીવાદોરી સમાન રાજવીકાળનું વેરીતળાવ છલકાઈ ગયુછે.

ઓટોમેટિક ૭૫ પાટીયા ધરાવતુ વેરીતળાવ હાલ ઓવરફલો થવાની સપાટીથી માત્ર ૩ ઈંચ જ બાકી છે.

વેરીતળાવના ઉપરવાસમાં કોટડા સાંગાણી પંથક તેમજ શેમળા,પાંચીયાવદર સહિતના ગામોમાં વરસાદ પડતા તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે.

વેરી તળાવ ઓવરફલો થવાની તૈયારીને લઈને તંત્ર દ્વારા ગોંડલ, કંટોલીયા, વોરાકોટડા સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવાની અપાઈ સૂચના અપાઇ છે.

વેરી તળાવ ઓવરફલો થવાની તૈયારીમાં  હોય લોકોમાં  આનંદની લાગણી ફેલાઈ છે.(

(10:03 AM IST)