તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
દારૂ પી માથાકુટ કરતી મહિલાને ખાટલે દોરડાથી બાંધી હત્યા
બે ભાણેજ સહિત ચારે ધોકા ફટકારી, ઢીમ ઢાળી દિધુઃ મોરબીના રફાળેશ્વર ગામનો બનાવ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ર૬ :.. તાલુકાના રફાળેશ્વર ગામે મહિલા દારૂ પીને માથાકૂટ કરતી હોવાથી બે ભાણેજે અન્ય સાથે મળીને મહિલાને ખાટલામાં દોરડા વડે બાંધી માથામાં જીવલેણ ઈજાઓ કરી હત્યા નીપજાવી હતી મોરબી તાલુકા પોલીસે બે મહિલાઓ સહીત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. મોરબીના રફાળેશ્વર ગામે રહેતા કાંતાબેન ગાંડુભાઈ સોલંકી નામના વળદ્ધાએ આરોપીઓ હીના લક્ષ્મણ રાઠોડ, મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડ, હુશેન ફિરોજ જુણેજા અને નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી લક્ષ્મીને દારૂ પીવાની ટેવ હતી અને દારૂ પીને અવારનવાર માથાકૂટ કરતી હતી જેથી કંટાળી જઈને હીના રાઠોડે લાકડી વડે માથામાં મારી તેમજ શરીરે ઈજા કરી હતી અને ફરિયાદીની દીકરી લક્ષ્મી તોફાન કરતો હોવાથી તેને બાંધવા માટે દોરડું આપતા હીના અને હુશેને લક્ષ્મીને ખાટલામાં સુવડાવી દોરડાથી બાંધી લાકડાના ધોકા માથામાં મારી હત્યા નીપજાવી હતી બનાવમાં ઉપયોગમાં લીધેલ દોરડું નર્મદાએ સળગાવી નાખી પુરાવાનો નાશ કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ચાર આરોપીઓ વિરુધ્ધ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. (પ-૧૩)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
