<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

ગોંડલ પોસ્‍ટના કર્મચારીએ સુપ્રી.ના ત્રાસથી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

આપઘાતનો પ્રયાસ કરનાર પોસ્‍ટ કર્મચારી હોસ્‍પીટલમાં સરવાર લેતા નજરે પડે છે(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૬: ગોંડલની હેડ પોસ્‍ટ ઓફિસ માં આવેલી સુપ્રીટેન્‍ડેન્‍ટની ઓફિસ માં પોસ્‍ટ કર્મચારીએ ફીનાઇલ ગટગટાવી આપઘાત ની કોશીશ કરતા દોડધામ મચી જવા પામી હતી.બાદ માં કર્મચારીને એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ગોંડલ ની સરકારી હોસ્‍પિટલ માં ખસેડાયો હતો.અનેક કર્મચારીઓની હાજરીમાં બનાવ બન્‍યો હોવા છતા સારવારમાં ખસેડાયેલા કર્મચારીની ખબર કાઢવા પોસ્‍ટ વિભાગ નાં કોઇ જવાબદાર અધિકારીઓ ફર્કંયા ના હોય કર્મચારીઓ માં આヘર્ય ફેલાયું હતુ.

પ્રાપ્ત વિગત મુજબ અહીની હેડ પોસ્‍ટ ઓફિસ માં મેઇલ ઓવરસિયર તરીકે ફરજ બજાવતા અને જામકંડોરણા રહેતા જયકુમાર જીતેન્‍દ્રભાઈ દવે ઉ.૨૮ એ સુપ્રીટેન્‍ડેનની ઓફિસમાં ફીનાઇલ પી લઇ આપઘાત નો પ્રયાસ કર્યો હતો. તેમને તુરંત ઇમર્જન્‍સી ૧૦૮ મારફત સરકારી હોસ્‍પિટલ ખસેડાયા હતા. જયકુમાર દવે એ સ્‍યૂસાઈડ નોટ પણ લખી હતી. જે પોલીસે કબ્‍જે કરી હતી.

હોસ્‍પિટલમાં સારવારમાં રહેલા જયકુમારે પોસ્‍ટ સુપ્રીટેન્‍ડેન સંજય મિષાી પર આક્ષેપ કરી કહ્યુ કે મને હરસની સમસ્‍યા હોય મેં અગાઉ જામકંડોરણા ફરી જુની જગ્‍યાએ બદલી કરી આપવા લેખીત રજુઆત કરી હતી. એ પછી મૌખિક રજુઆત પણ કરી હતી. આ સમય માં અન્‍ય ત્રણ કર્મચારીઓ ને માંગ્‍યા મુજબ બદલી અપાઇ હોય અને મારાં પ્રત્‍યે કિન્નાખોરી રખાઇ હોય આજે સુપ્રીટેન્‍ડેન્‍ટ મિષાી ને મળવા જઇ રજુઆત કરતા તેમણે મને સસ્‍પેન્‍ડ કરી નાખવાની ધમકી આપી હતી.વધુમાં તમે નોકરીને લાયક નથી રાજીનામુ આપી દો તેવુ કહી ધમકાવ્‍યો હતો.જેને લીધે આપઘાતનો પ્રયાસ કર્યાનું જણાવ્‍યુ હતુ.

જયકુમાર જામકંડોરણા પોસ્‍ટ ઓફિસ માં બે વર્ષ થી પોસ્‍ટમેન તરીકે નોકરી કરતો હતો. ગત જુન મહીનામાં તેની બદલી ગોંડલ હેડ પોસ્‍ટ ઓફિસ માં મેઇલ ઓવરસીયર તરીકે કરી દેવાતા હાલ ગોંડલ ફરજ બજાવે છે.

જયકુમારનાં જણાવ્‍યાં મુજબ જામકંડોરણા માં તેના મોટાબાપુ સાથે જમીન અંગે પારીવારીક વિવાદ ચાલેછે. તેથી મોટાબાપુ દ્વારા મારા વિરૂધ્‍ધમાં પોસ્‍ટ વિભાગમાં ખોટી ફરિયાદો કરાઇ હોય મારી બદલી ગોંડલ થઇ હતી. નિયમ મુજબ ત્રણ વર્ષ બાદ મેઇલ ઓવરસીયરની પોસ્‍ટ મળતી હોય છે. મારે નોકરીનાં બે વર્ષ થયાછે. ઓવરસીયર હેઠળ ગોંડલ પાત્રીસ ગામડાં આવેછે. જેમાં રોજીંદા બે ગામડાની મુલાકાત લેવાની હોય છે. હરસની બિમારીને કારણે ટ્રાવેલિંગ થતુ નાં હોય મારી મુળ જગ્‍યા જામકંડોરણા પરત કરવા અનેક રજુઆત કરી હતી. પણ મારા પ્રત્‍યે કિન્નાખોરી રખાતી હોય આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ તપાસ હાથ ધરીછે.(૬.૧૧)

(1:23 PM IST)