<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરસાદનુ જોર ઘટયુઃ હળવા ઝાપટા

 

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલથી વરસાદનું જોર ઘટયુ છે. અને હળવા ઝાપટા વરસી રહ્યા છે.વાદળછાંયા વાતાવરણ વચ્‍ચે માત્ર ઝાપટા વરસી જાય છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે.

છેલ્લા થોડા દિવસોથી કોઇ-કોઇ જગ્‍યાએ ભારે તો કોઇ જગ્‍યાએ હળવો વરસાદ વરસી જતો હતો. પરંતુ ગઇકાલથી તેમાં ઘટાડો થયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :. વાંસજાળીયામાં પોણો ઇંચ, મોટા પાંચદેવડામાં અડધો ઇંચ, જયારે સમાણા, શેઠ વડાળા, જામવાડી, પરડવા, ભણગોર, મોડપરમાં ઝાપટા પડયા છે. (પ-૧૪)

(11:29 AM IST)