<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

કોડીનારના મોટી ફાફણી ગામની દિકરીએ વિદેશમાં ભણીને MBBS ની પદવી મેળવી ગામનું ગૌરવ વધાર્યું

મોટી ફાફણી ગામની પ્રથમ ડોકટર તરીકેનું સન્‍માન મેળવતી દિકરી ડો. જૈમિની બી. વાઢેરઃ નાની બહેન પણ ડોકટરનો અભ્‍યાસ કરે છે.

રાજકોટ તા.૨૬: મોટી ફાફણીના વતની અને રાજકોટની વિરાણી સાયન્‍સ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા ડો.ભરતકુમાર મુળાભાઈ વાઢેર અને શ્રીમતિ જે. જે. કુંડલીયા આર્ટસ અને કોમર્સ કોલેજમાં સેવા આપતા પ્રો. ડો. મંજુલાબેન વાઢેરની પુત્રી ડો. જૈમિની બી. વાઢેરે વિદેશ (યુક્રેન)માં ભણીને એમ.બી.બી.એસ.ની વિશેષ પદવી મેળવીને મોટી ફાફણી ગામની પ્રથમ એમ.બી.બી.એસ. ડોકટર બનીને સમગ્ર મોટી ફાફણી ગામનું ગૌરવ વધાર્યુ છે અને માતા-પિતા, દાદા-દાદી તેમજ વાઢેર પરિવારનું સ્‍વપ્ન સાકાર કરી વાઢેર પરિવારનું ઞૌરવ વધાર્યુ છે હાલ તેઓ જર્મનીમાં માસ્‍ટર ડીગ્રી માટેની પરીક્ષાની તૈયારી કરી રહયા છે.

ઉલ્લેખનીય છે કે પ્રો. ડો.ભરતભાઈ વાઢેરની બીજી દિકરી સૌમ્‍યા વાઢેર પણ વિદેશમાં એમ.બી.બી.એસ. માં એડમીશન લીધુ છે. અને ભવિષ્‍યમાં તે પણ ડોકટર બની વાઢેર પરિવારનું ગૌરવ વધારશે.

(11:53 AM IST)