<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

શાપર-વેરાવળ ચોકડી જવાનો રસ્‍તો બંધ

(કમલેશ વસાણી દ્વારા) શાપર (વેરાવળ), તા.૨૬: રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર આવેલું સૌરાષ્‍ટ્રનું સૌથી મોટું ઔદ્યોગિક ક્ષેત્ર - શાપર-વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોન હાલ ગંભીર અવરોધનો સામનો કરી રહ્યું છે.

હાલમાં શાપર-વેરાવળ ચોકડી જવાનો મુખ્‍ય રસ્‍તો બંધ થઈ ગયો છે. જેના કારણે સિટી બસ, એસટી બસ, પ્રાઈવેટ વાહનો અને ઇમરજન્‍સી સર્વિસિસ માટે પણ કોઈ પ્રવેશ માર્ગ ઉપલબ્‍ધ નથી. શાપર-વેરાવળના બંને સર્વિસ રોડ પણ હાલ બંધ હોવાને કારણે સમગ્ર વિસ્‍તાર પરિવહન વ્‍યવસ્‍થાથી કંગાળ થઈ ગયો છે.

સ્‍થાનિક નાગરિકો અને ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે, ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્‍ય અને સાંસદ જેવા હોદ્દેદારો હોવા છતાં કોઈપણ પ્રકારનું કામકાજ હાથ ધરવામાં આવતું નથી.

નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે.

હાલની પરિસ્‍થિતિમાં સામાન્‍ય નાગરિકોને ગોંડલ અથવા રાજકોટ જવા માટે હાઈવેના પુલના છેડા સુધી હાલીને જવું પડે છે, જ્‍યાં રસ્‍તામાં મોટા ખાડા અને જોખમી હાલત સર્જાઈ છે.

ખાસ કરીને વળદ્ધ નાગરિકો અને મહિલાઓને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલ કોઈ રિક્ષા સેવા કે વિકલ્‍પ રૂપે પરિવહન વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ નથી. જેના કારણે રોજિંદા મુસાફરી કરતાં લોકો તથા ઉદ્યોગકારોને પણ ભારે હાલાકી અનુભવી રહી છે.(

(11:56 AM IST)