<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

ગીરીશભાઈ કોટેચાના જન્‍મદિને ૬૦૦ યુનિટ રકત એકત્ર થયું

જૂનાગઢ, ગિરનાર દરવાજા ખાતે આવેલ ગીરીશભાઈ કોટેચાના નિવાસસ્‍થાન ગિરિરાજ વિલા ખાતે ગીરીશભાઈ કોટેચાના જન્‍મ દિવસ નિમિતે રકતદાન મેગા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. કેમ્‍પમાં ૬૦૦ યુનિટ રક્‍ત એકત્ર થયું હતું. કોટેચા પરિવારના મોભી ધીરુભાઈ કોટેચા તથા પરિવારના સભ્‍યો દ્વારા રક્‍ત સિવિલ હોસ્‍પિટલમાં થેલેસેમીયાના બાળકો માટે અર્પણ કરવામાં આવેલ રક્‍તદાતા તથા મહાનુભાવોનું કોટેચા પરિવાર દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ રક્‍ત દાન કેમ્‍પમાં તમામ રક્‍તદાતાઓનો રૂપિયા અઢી લાખનો એક વર્ષનો એક્‍સિડન્‍ટલી વીમો પણ કોટેચા પરિવાર દ્વારા લેવામાં આવ્‍યો હતો. રક્‍તદાતાઓને ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લી તથા સત્‍યમ સેવા યુવક મંડળ દ્વારા સન્‍માન રૂપી ભેટ આપવામાં આવી હતી. જૂનાગઢની વિવિધ સામાજિક સંસ્‍થાઓ દ્વારા કોટેચાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. 

(12:06 PM IST)