તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 26th August 2025
ઘંટેશ્વરમાં સેનાપતિનો ચાર્જ લેતા પ્રદિપસિંહ ૩૧મી એ નિવૃત થતા એક સપ્તાહનો વતનનો લાભ
મૂળ રાજકોટના સૂકી સાજડિયાળીના વતની છે

જુનાગઢ, તા.૨૬: અમદાવાદ શહેર જે ડિવિઝન ડીસીપી પ્રદીપસિંહ જાડેજા એ એસ.આર.પી. ગ્રુપ ૧૩, ઘંટેશ્વરના સેનાપતિ તરીકેનો ચાર્જ તાજેતરમાં જ પ્રમોશન પામેલા ડીઆઇજી સુધા પાંડે પાસેથી સંભાળી લીધો હતો.
એસપી પ્રદીપસિંહ જાડેજા અને અન્ય ૧૬ ડીવાયએસપીઓને સરકાર દ્વારા ૩૧ મી મેના રોજ એસપીનું પ્રમોશન આપી, જે તે જગ્યા અપગ્રેડ કરવામાં આવેલ હતી. તાજેતરમાં આઇપીએસ અધિકારીઓના નિમણૂક હુકમ કરવામાં આવ્યા, જેમાં એસપી પ્રદીપસિંહ જાડેજાને એસઆરપી ગ્રુપ ૧૩ ઘંટેશ્વર ખાતે સેનાપતિ તરીકે નિમણૂક કરવામાં આવેલ હતી.
એસપી પ્રદીપસિંહ જાડેજા, ૧૯૯૩ ની બેચના ડાયરેક્ટ પીએસઆઈ તરીકે ભરતી થઈ, સુરેન્દ્રનગર, ભાવનગર, વડોદરા શહેર, અમદાવાદ શહેર, લીંબડી, જૂનાગઢ, સહિતના જિલ્લાઓ અને શહેરોમાં ફરજ બજાવી, એસપી તરીકે બઢતી પામેલ પોલીસ અધિકારી છે. તેઓ રાજકોટ તાલુકાના સૂકી સાજડિયાળી ગામના વતની હોય, સરકાર દ્વારા તેઓને વતનનો લાભ આપી, નિમણૂક આપવામાં આવેલ છે. જો કે તેઓ આગામી ૩૧ ઓગષ્ટના રોજ નિવૃત થનાર હોય, તેઓ એક વીક માટે જ એસઆરપી ગ્રુપ ૧૩ ઘંટેશ્વર ખાતે સેનાપતિ તરીકે સેવા આપી, નિવૃત થશે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
