<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

સેન્‍ટ્રલ બેન્‍કની કાર્યપધ્‍ધતિથી નફાના સારા પરિણામોઃ પ્રદીપભાઇ ખીમાણી ડીરેકટર

વડોદરામાં સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા પ્રાદેશિક કચેરી દ્વારા ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટસ મીટ સંપન્નઃ ૧૦૦ થી વધુ ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટસ તથા ૫૦ થી વધુ સિનિયર બેન્‍કર્સ ઉપસ્‍થિત રહયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૬: સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાની કાર્ય પધ્‍ધતિથી નફાના સુંદર પરિણામો મળી રહયા છે. તેમ આ બેન્‍કના ડીરેકટર પ્રદીપભાઇ ખીમાણીએ વડોદરામાં સેન્‍ટ્રલ બેન્‍ક પ્રાદેશિક કચેરી ખાતે યોજાયેલી ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ મીટ -૨૦૨૫માં સંબોધન કરતા જણાવ્‍યું હતુ.

સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયા, વડોદરા રીજન દ્વારા આયોજિત અને મુખ્‍ય સંયોજક તથા કો-ઓર્ડિનેટર સીએ વિશાલ ઠક્કર ના નેતળત્‍વ હેઠળ ચાર્ટર્ડ અકાઉન્‍ટન્‍ટ્‍સ મીટ ૨૦૨૫ નું ભવ્‍ય આયોજન ગ્રાન્‍ડ મકર્યુર, વડોદરા ખાતે કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ૧૦૦ થી વધુ ચાર્ટર્ડ અકાઉન્‍ટન્‍ટ્‍સ તથા ૫૦ થી વધુ સિનિયર બેન્‍કર્સ ની ઉપસ્‍થિતિ રહી હતી.

કાર્યક્રમના માનનીય અતિથિગણઃ તરીકે .ડો. જયપ્રકાશ સોની -પ્રમુખ, ભાજપ વડોદરા શહેર. સીએ પ્રદીપ અગ્રવાલ - ડિરેક્‍ટર, બીપીસીએલ.શ્રી પ્રદીપ ખિમાણી - ડિરેક્‍ટર, સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયા.શ્રીમતી કવિતા ઠાકુર - ઝોનલ હેડ, સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયા શ્રી અરુણ મિશ્રા - રીજનલ હેડ, સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયા - વડોદરા રીજન  ઉપસ્‍થિત રહયા હતા.

ચાર્ટડ એકનઉન્‍ટ મીટમાં શ્રીમતી કવિતા ઠાકુર, ઝોનલ હેડ એ સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયાના વિવિધ બેન્‍કિંગ પ્રોડક્‍ટ્‍સ અને સર્વિસિસ વિષે માહિતી આપી અને વ્‍યાવસાયિકો તથા વ્‍યવસાયોની બદલાતી જરૂરિયાતોને કેવી રીતે પૂર્ણ કરી શકાય તે સમજાવ્‍યું શ્રી પ્રદીપભાઇ ખિમાણી, ડિરેક્‍ટર એ બેંકની કાર્યપદ્ધતિ અને વિકાસની વાત કરી અને તાજેતરમાં બેંક નફામાં આવી સુંદર પરિણામો આપી રહી છે તેનો ગૌરવ વ્‍યક્‍ત કર્યો હતો. સીએ પ્રદીપ અગ્રવાલ, ડિરેક્‍ટર, બીપીસીએલ એ ચાર્ટર્ડ અકાઉન્‍ટન્‍ટ્‍સ ને બેન્‍કિંગ સેક્‍ટર સાથે જોડાઈને પરસ્‍પર વ્‍યાવસાયિક વિકાસ માટે માર્ગદર્શન આપ્‍યું ડો. જયપ્રકાશ સોની, પ્રમુખ, ભાજપ વડોદરા શહેર એ ‘‘પ્રોફેશન વિથ નેશન ફસ્‍ટ'' ના અભિગમ પર પ્રેરણાદાયક સંબોધન આપ્‍યું અને વ્‍યાવસાયિકોને તેમના કાર્યક્ષેત્ર સાથે રાષ્‍ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રોત્‍સાહિત કર્યા&

 કાર્યક્રમના સમાપન શ્રી અરુણ મિશ્રા, રીજનલ હેડ - વડોદરા રીજન એ આભાર વ્‍યક્‍ત કર્યો અને તમામ અતિથિગણ, ૧૦૦ થી વધુ ચાર્ટર્ડ અકાઉન્‍ટન્‍ટ્‍સ તથા ૫૦ થી વધુ બેન્‍કર્સની ઉપસ્‍થિતિ બદલ આભાર માન્‍યો& તેમજ કાર્યક્રમના સફળ આયોજન માટે મુખ્‍ય સંયોજક તથા કો-ઓર્ડિનેટર સીએ વિશાલ ઠક્કર ના પ્રયત્‍નોની પ્રશંસા કરી  હતી.

(1:48 PM IST)