તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 26th August 2025
આખો દિવસ ઢોલકનું વેંચાણ કરીએ એટલે દાળ-રોટીનુ થઇ જાય
મોરબીના કંડલા રોડ ઉપર જયપુરનો ૪૦ લોકોનો પરિવાર બાપ-દાદાના વખતથી ઢોલકના વ્યવસાયમાં: આજીવીકાનો મુખ્ય આયામ ઢોલકઃ બાળકો પણ નાનપણથી આ કલા શીખે છે : સગવડ-અગવડને સમજવા કયારેય સમય મળ્યો નથીઃ જયા રોકાણ કર્યુ ત્યાં જ મહેલઃ ઉપર આકાશ-નીચે ધરતીઃ પીવા પાણી, રાંધવા લાકડા આથી વિશેષ અપેક્ષાથી કાયમ દુઃખ રહે છેઃ જીવનમાં જલસા કરીને રોજીરોટી માટે રખડપાટ કરીએ છીએ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ર૬ :.. લોકમેળાઓ ગુજરાતની સંસ્કળતિ અને પરંપરાઓનું જીવંત પ્રતિબિંબ હોય છે, જે લોકોને મનોરંજન, ખરીદી અને સાંસ્કળતિક અનુભવોની સાથે રોજગારીની તકો પણ પૂરી પાડે છે. રોજી-રોટીની દૃષ્ટિએ આ મેળાઓ અનેક લોકો માટે આજીવિકાનું મહત્વનું સાધન બની રહે છે. હજારો પરીવાર પોતાની પેટની જઠરાગ્નિ ઠારવા પોતિકી પૌતુક કલાને સહારે સિમાડા અને રાજ્યોની સરહદ વટાવી જીવન નિર્વાહ કરે છે.
ત્યારે મોરબી શહેરમાં કંડલા રોડ ઉપર રાજસ્થાનના જયપુરનો ૪૦ જેટલા લોકોનો કબિલો બાપ દાદા વખતથી ઢોલકના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ઢોલક બનાવવાની હસ્તકલા થકી અનેક પેઢી પોતાનુ જીવન નિર્વાહ કરે છે. કબિલાના વયોવળદ્ધ કૌસમઅલી સાથે વાત કરતા જણાવ્યું હતું કે નાનપણથી પેઢીની પંરમપરામાં અમારા બાળકો પાંરગત થાય છે. અગાઉ કલાપ્રેમી માટે લાડડાની ઢોલક અને સાંજ તૈયાર કરતા પરંતુ સમયની સાથે તાલ મિલાવતા પુઠા અને લેધર થકી સસ્તી રમકડાની ઢોલક જાતે બનાવી મેળાઓ શહેરની ગલીઓ મહોલ્લા માં વેચવાનો અમારો નિત્યક્રમ બની ગયો છે.
બિજા પરીવારના મોભી જમાલભા કહે છે કે માનવ મહેરામણ મેળામાં મોજથી આવે છે અને અમે તો ગુજરાતના લગભગ બધા મેળાઓ જેમાં કાલાવડ રાજકોટ મોરબી જડેશ્વર રણુજા તરણેતર માતાનામઢ સાતમ આઠમ ગામડાની સ્થાનિક બજારો ધુમી છેક દિવાળી સુધી અહીથી ત્યાં ધુમતા રહી છી જેમાથી અમારે દાળ રોટીના થઈ જાય છે અને બચ્ચા માટે મજો મજો કરાવી અમે ખુશ રહી એ છીએ.
તો અન્ય ઢોલક બનાવનાર સુલતાનભાઈ અને અલિખાનને પરીવારની તકલીફ અને રહેવા સુવા સહિતની પ્રાથમિક સુવિધા વિશે પુછતા જણાવ્યું હતું કે સગવડ અગવડ ને સમજવા માટે કયારેય સમય મળ્યો નથી જ્યા રોકાણ કર્યું ત્યાજ મહેલ ઉપર આકાશ નિચે ધરતી પિવા પાણી ને રાંધવા લાકડા આથી વિશેષ અપેક્ષાથી કાયમ દુઃખ રહે માટે અમારે જીવનમાં જલસા કરી રોજીરોટી માટે રખડપાટ કરી છી.
અન્ય પરીવારના વિજયભાઈ એ જણાવ્યું હતું કે મેળામાં રમકડાંના ઢોલક અમારા માટે આજીવિકાનું આયામ છે. બધા રમકડાંમાં ઢોલક એ એક એવી વસ્તુ છે, જે બાળપણની યાદોને તાજી કરે છે. ઢોલક બનાવવાની કળા ભારતની ઙ્કાચીન હસ્તકળાઓમાંની એક છે, અને આ કામગીરીમાં રોકાયેલા અનેક પરિવારો દેશભરમાં જોવા મળે છે આ પરિવારો પેઢીઓથી આ પરંપરાગત કારીગરીને જીવંત રાખે છે, જેમાં ઢોલક બનાવવી અને વેચવાનો વ્યવસાય અમારી આજીવિકાનો મુખ્ય આયામ છે ઢોલક બનાવવાની કળા પેઢી દર પેઢી ચાલી આવે છે. અમારા બાળકો નાનપણથી જ આ કળા શીખે છે. લાકડું, ચામડું, દોરડાં અને પેઇન્ટ જેવી ચુનિંદા સામગ્રીનો ઉપયોગ કરી છીએ
ઢોલક બનાવતા આ પરિવારો કહે છે કે ખાસ કરીને લોક મેળા, નવરાત્રી, ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન ઢોલકની માંગ વધે છે. આ પરિવારોને આધુનિક સમયમાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, જેમ કે ઓનલાઈન બજારમાં સસ્તા વિકલ્પોની હરીફાઈ અને ગ્રાહકો દ્વારા સોદાબાજી. કૌસમઅલી કહું કે આ વ્યવસાયમાં નફો ઓછો થઈ રહ્યો છે, અને તેમને યોગ્ય વળતર મળતું નથી. ઢોલક બનાવવા માટે વસ્તુનો ખર્ચ વધી ગયો છે અને વેચાણ કિમત વર્ષોથી એજ છે. ખરેખર ઢોલક બનાવવામાં લાકડાનો કોઠો, ભેંસ કે બકરાનું ચામડું, અને સૂતરની દોરીઓનો ઉપયોગ થાય છે. નર અને માદા બાજુની પડીઓ જુદા જુદા ચામડાથી બનાવવામાં આવે છે, જેમાં નર બાજુ માટે ભેંસનું ચામડું અને માદા બાજુ માટે બકરાનું પાતળું ચામડું વપરાય છે. પરંતુ હાલે છોકરાને ખુશ કરવા માટે કામચલાઉ ઢોલકની ડિમાન્ડ થતા પુઠા અને રેકજીન થકી રૂપિયા ૧૦૦ થી ૪૦૦ સુધીના ઢોલક વેચાઈ છે. જ્યારે લાકડાના ઢોલક એક હજારથી શરૂ થાય છે. છતાં પણ અમારા માટે તો આજ જીદગી નું પરમ સત્ય છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
