News of Tuesday, 26th August 2025
ગોંડલ તાલુકા પાસેનું કબીર સરોવર ૯૦ ટકા ભરાતા હાઈ એલર્ટ
ગોંડલ તાલુકાના દૈયા ગામ સાથે ચરખડી, કોલીથડ, લુણીવાવ, પડવાલા, વેજાગામ, ગરનાળા, ત્રાકુડા ગામો માટે ખાસ ચેતવણી

રાજકોટ: ગોંડલ તાલુકા પાસે આવેલું કબીર સરોવર ૯૦ ટકા ભરાઈ જતાં હાઈ એલર્ટ સાથે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે કે, આ યોજના પૂર્ણ સપાટીએ ભરાતા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં.
ગોંડલ તાલુકાના દૈયા ગામ સાથે ચરખડી, કોલીથડ, લુણીવાવ, પડવાલા, વેજાગામ, ગરનાળા, ત્રાકુડા ગામો માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળ સપાટી ૩૨.૪૫ મીટર છે. જ્યારે ડેમ હાલ ૩૨.૨૫ મીટર ભરાયેલો છે. ડેમમાં હાલ જળની આવક ૭૧૯ ક્યુસેક છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
