<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

વલ્લભીપુરમાં જમીનના વિવાદને લઈ એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી : મહિલાઓ સહિત કુલ 6 લોકોને ઈજા પહોંચી

પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી: આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી: વિસ્તારમાં તંગદિલીનો માહોલ

ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં જમીનના વિવાદને લઈ એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે. આ ઘટનામાં મહિલાઓ સહિત કુલ 6 લોકોને ઈજા પહોંચી છે. જેમાંથી 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ વલ્લભીપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ઘટનાથી વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(8:31 PM IST)