<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર પવનચક્કીનો વિશાળ ટ્રક ફસાયો

ટ્રકને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ : કામગીરી પૂર્ણ થયા બાદ જ હાઇવે ફરીથી ખુલ્લો થઈ શકશે.

પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર વનાળા ગામ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં પવનચક્કીના ભાગો લઈ જઈ રહેલો એક વિશાળ ટ્રક ફસાઈ ગયો છે, જેના કારણે હાઇવેનો એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ ઘટનાને પગલે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને વાહનોની લાંબી કતારો જામી છે. સ્થિતિને કાબુમાં લેવા અને વાહનવ્યવહાર ફરી શરૂ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ટ્રકને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ જ હાઇવે ફરીથી ખુલ્લો થઈ શકશે

(8:35 PM IST)