News of Tuesday, 26th August 2025
મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ.
ગામડાઓમાં સપ્રમાણ આંતરિક પાણી વિતરણ વ્યવસ્થા અંગે સમીક્ષા: રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોની સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ; ગતિ શકિત ઉપર થયેલ એન્ટ્રીની તથા ગ્રામ્ય પાણી પૂરવઠાની સ્કીમની સમીક્ષા કરાઇ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે સબંધિત અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાઈ હતી.
આ બેઠકમાં પાણી પુરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી અને ગામડાઓમાં સપ્રમાણ આંતરિક પાણી વિતરણ વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પાણી પૂરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોની સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. ગતિ શકિત ઉપર થયેલ એન્ટ્રીની તથા ગ્રામ્ય પાણી પૂરવઠાની સ્કીમની સમીક્ષા કરાઇ હતી. પાણી વેરા વસુલાત પ્રોત્સાહન યોજના હેઠળ થયેલી કામગીરીનું મૂલ્યાંકન પણ કરાયુ હતું. આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
