<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

સંઞઠન સૃજન અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહિલા કોંગ્રેસની મીટીંગ યોજાઇ

વોર્ડ વાઇસ સમસ્યાઓ તેમજ નારી સ્વાસ્થ્ય અને સુરક્ષા અને મોધવારી બાબતે આંદોલન કરાશે : ઞટર પાણી અને રસ્તાઓ બાબતે ઉકેલ લાવવા ચીફ ઓફિસરને રજુઆત કરાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ટંકારા ખાતે  મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતિબેન નિરંજનીના આયોજન હેઠળ સંઞઠન સૃજન અભિયાન અંતર્ગત  ઞુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી કિરણબેન પોકાર ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ ગઇ  જેમાં ટંકારા શહેર પ્રમુખ મીનાબેન ત્રિવેદી જિલ્લા મહિલા કોંગ્રેસ ના ઉપપ્રમુખ જિન્નતબેન અને મેમણબેને ખાસ હાજરી આપી હતી..


ટંકારા શહેર વિસ્તારની વોર્ડ વાઇસ સંઞઠન સમિતિ બનાવવા વિસ્તૃત ચર્ચા કરી હતી વોર્ડ વાઇસ સમસ્યાઓ તેમજ નારી સ્વાસ્થ્ય અને સુરક્ષા અને મોધવારી બાબતે આંદોલન કરવા તેમજ ઞટર પાણી અને રસ્તાઓ બાબતે સમસ્યાઓ ઉકેલ લાવવા ટંકારા ચીફ ઓફિસર નો ટાઈમ લઈ મલવા જવાની ખાસ આયોજન કરાયું હતું આ કાર્યક્રમ અંતે આભાર વિધી ટંકારા શહેર પ્રમુખ મીનાબેન ત્રિવેદી કરી હતી.

(12:59 AM IST)