News of Wednesday, 27th August 2025
મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના મોરબીમાં વિનામૂલ્યે રોજગાર લક્ષી તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શર.
મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક ની તાલીમ વિનામૂલ્યે: તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, વિનામૂલ્યે. આપવામાં આવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજનાદ્વારા (MBKVY)મોરબીમાં પહેલી વાર જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA)કોર્સ જેમા ૧૦ અને ૧૨ પાસના સ્ટુડેંટ માટે ૧૮ થી ૩૫ વર્ષના ભાઈઓ તથા બહેનોને ગુજરાત સરકાર તરફથી ટૂંકા ગાળાની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે.
કોર્સ: જનરલ ડ્યુટી અસિસ્ટન્ટ (GDA)
હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ રાખવી
ડોક્ટર અને નર્સને સહાયરૂપ થવું
મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક ની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, વિનામૂલ્યે. આપવામાં આવશે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર ને સરકાર માન્ય સર્ટિફિકેટતેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.
એડ્મિશન લેવા જરૂરી ડોકયુમેંટ:-આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ ૨ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવો. વહેલા તે પહેલાને ધોરણે મર્યાદિત સંખ્યામાં એડમીશન લેવાના હોવાથી કેન્દ્રની મુલાકાત લો.
“પ્રધાનમંત્રી કૌશલકેન્દ્રમોરબી,૩જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમા, રવાપર રોડ, મોરબીમૉ.૭૪૮૭૦૭૬૩૭૪https://forms.gle/143vwzXw9dZjqvad7નો સવારે10થી સાંજે 5 વાગ્યા દરમ્યાનરૂબરૂ સંપર્ક કરવો.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
