News of Wednesday, 27th August 2025
મુન્દ્રામાં પર્વાધીરાજ પર્યુષણ મહા પર્વ ની તપ ત્યાગ અને ભક્તિ ભાવના થી ઉજવણી
૧૪ સ્વપ્નનો લાભ અદાણી ગ્રુપના એક્ઝી.ડાય. રક્ષિતભાઈ શાહ પરિવારે લીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : કચ્છભરમાં જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ભારે તપ અને ત્યાગ સાથે ઉજવણી કરાઈ રહી છે. ત્યારે કચ્છના મુન્દ્રા મધ્યે પર્યુષણ પર્વ ના પાંચમા દિવસે ભગવાન મહાવીર નો જન્મ વાંચન અને ત્રિશલા દેવી ને આવેલા ચૌદ સ્વપ્ન ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મુન્દ્રા માં તપ ગચ્છ જૈન સંઘ ના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય મધ્યે મુનિરાજ તીર્થ વંદન વિજયજી મ. સા, મુનિરાજ તીર્થ પ્રજ્ઞવિજયજી મ. સા, મુનિરાજ તીર્થહીર વિજયજી મ. સા.
નો ચાતુર્માસ ચાલુ છે. હાલ પર્યુષણ પર્વ દરમ્યાન ગુરુ ભગવંતોની નિશ્રામાં શ્રાવિકા મોક્ષા બેન કિરીટ મહેતા ની ૧૬ ઉપવાસની ઉગ્ર તપસ્યા ચાલી રહી છે તેમજ ૧૧ ઉપવાસ અને અઠ્ઠાઈ તપ ની ઉગ્ર તપસ્યા ચાલુ છે. ભગવાન ના ચૌદ સ્વપ્ન ના કાર્યક્રમ માં લાભ લેનારા ભાગ્યશાળી ઓમા પ્રભુજી ના પારણાં બાંધવાનો, પ્રભુજી ને ઝુલાવવા નો અને પારણાં માં પ્રભુજી ને પધરાવવા નો લાભ અદાણી ગ્રુપ ના એકઝીક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત ભાઈ શાહ પરિવારે લીધો હતો..
લક્ષ્મીદેવી નો લાભ ભાવિક ભરત શાહ એ લીધો હતો. પર્યુષણ મહા પર્વ ના પાંચમા દિવસે રવિવારે અદાણી ગ્રુપ ના એકઝીક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત ભાઈ શાહ પરિવાર સાથે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન તેમજ કંદોઈ બજાર માં આવેલ ભગવાન મહાવીર સ્વામી ના જિનાલય એ પ્રભુજી ના દર્શન નો લાભ લીધો હતો.
આ પ્રસંગે તપગચ્છ જૈન સંઘ ના પ્રમુખ હરેશ મહેતા, વિનોદ ફોફળીયા, પપ્પુ મહેતા, દિપક શાહ, પંકજ શાહ, પાર્થ અદાણી, શાંતિલાલ મહેતા, વિમલ મહેતા, વિનોદ ફોફળીયા, વિનોદ મહેતા, રિતેશ પરીખ... પપ્પુ વોરા, પારસ ફોફળીયા, વિનોદ મહેતા તેમજ સાધર્મિક ભાઈ બહેનો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. પ્રભુજી નો વરઘોડો વાજતે ગાજતે સ્વ ધારશી ભાઈ મહેતા પરિવાર ના નિવાસ સ્થાને પહોંચ્યો હતો. જેમાં સૌ શ્રાવક શ્રાવિકાઓ ઉત્સાહ સાથે જોડાયા હતા. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
