<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

હવે રૂપેણ બંદર પરથી અવરોધ દૂર કરવાના શ્રીગણેશ થવાની સાથે જ બુલડોઝર ચાલવાની પ્રબળ સંભાવના

દેવભૂમિ દ્વારકાઃ ગેર કાયદે દબાણ હટાવ ઝુંબેશ પાર્ટ ૨નું અમલીકરણ કરવા માટે હાઈ લેવલે વિચારણા?

ઓખા (આલાપ ભરતભાઈ બારાઈ-દ્વારા): ડીમોલેશન ૨.૦નો પ્રારંભ રૂપેણ બંદરથી થવાની પ્રબળ શક્‍યતા ચર્ચાઈ રહી છે અને સૂત્રો જણાવે છે  ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી શરૂ થવા સંભાવના છે.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાઈ કમાન્‍ડની લીલી ઝંડીની રાહ જોવાઈ રહી છે. દ્વારકાની ધરતી ઉપર સરકારની જમીન પર કરાયેલા ગેરકાયદેસર બાંધકામો ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે. શરૂઆત એકદમ સરપ્રાઈઝ રૂપે થશે માત્ર ૨-૩ દિવસના આયોજન સાથે તંત્ર ‘બેટ સ્‍ટાઈલ'માં જ સપાટો બોલાવશે તેવી પણ ચર્ચા છે.

આજના સમયમાં દ્વારકા-ઓખા મંડળમાં પ્રવાસીઓનો પ્રવાહ બમણો થઈ ગયો છે.

આવનારા સમયમાં દ્વારકા કોરીડોર, એરપોર્ટ, મરીન પાર્ક, શીવરાજપુર બીચ, નાગેશ્વર જ્‍યોતિર્લીંગ કોરીડોર, બેટ મંદિર અને સુદર્શન સેતુ જેવા પ્રવાસન સ્‍થળો વિશ્વના નકશા પર વધુ તેજસ્‍વી બનશે.

વિશ્વભરના પ્રવાસીઓ અહીં આકર્ષાય તે માટે દબાણ દૂર કરી, દ્વારકાને દિવ્‍ય સાથે ભવ્‍ય બનાવવું એ જ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સાહેબનું સ્‍વપ્ન છે. તે જાણીતી વાત છે.

વારા પછી વારો, બેટ પછી દ્વારકાનો નવો ઉજાસ સંવારો.

 કાયદાનું પાલન સૌ માટે સમાન, દ્વારકા-બેટ વિકાસનું એજ મુખ્‍ય પરિધાન.

(9:56 AM IST)