News of Wednesday, 27th August 2025
સુરેન્દ્રનગરના નારીચાણામાં ઐતિહાસિક સ્વયંભૂ હનુમાનજીના મંદિરના પ્રાગટય દિવસ નિમિત્તે મેળો યોજાયો
વર્ષો પહેલા આજના દિવસે આ જગ્યાએ દાદા સ્વયંભૂ પ્રગટ થયા હતા.. દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છેઃ ગામના લોકો હળીમળીને રહીને મંદિરના ઙ્કસંગો મનાવે છે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૭ :.. ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામ ધ્રાંગધ્રા ૨૦ કિલોમીટર દુર આવેલુ છે. રોડ સહિતની સુવિધા છે ત્યારે નારીચાણા ગામે સ્વયંભુ હનુમાનજીનુ મંદિરને લઈને દેશ વિદેશમાં જાણીતુ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
પીયત વિસ્તાર હોવાથી લોકો ત્રણ પાક લે છે. નારીચાણા ગામમાં આવેલ સ્વયંભુ હનુમાનજી મંદિરને લઈને જાણીતુ છે. મંદિર દેશ વિદેશી થી લોકો દર્શન કરવા માટે આવે છે. શનિવારે લોકોની ભારે ભીડ રહે છે. કારતક મહિનાના શનિવારે દર્શનનો અનેરો મહિમા છે. ત્યારે મંદિરનો અનેરો ઈતીહાસ રહેલો છે. વર્ષો પહેલાં ખેતરમાં હળ ચલાવતી વખતે મૂર્તિ નિકળી હતી. હનુમાનજી પગમાં હળ વાગી ગયેલું ત્યારે ભાદરવા સુદ બીજના રોજ હનુમાનજીની મૂર્તિના પગમાંથી રસી નીકળે છે.
ધ્રાંગધ્રા તાલુકા નારીચાણા ગામે આવેલા સ્વયંભુ હનુમાનજીના દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. નારીચાણા મંદિરમાં મંદિરના મંહત રોહીતદાસબાપુ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. મંદિરના મંહત રોહીતદાસબાપુએ જણાવ્યુ કે આ અન્નક્ષેત્રનો ઙ્કસાદના સ્વરૂપમાં મંદિરે દર્શન માટે આવતા દર્શનાર્થીઓને જમાડવામાં આવે છે. મંદિરે દર્શને આવતા લોકો પણ પ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. ત્યારે ગામના યુવાનો અને લોકો દ્વારા સેવા આપવામાં આવે છે. ત્યારે સ્વયંભુ લોકો ફાળો આપે છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
