<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

જુનાગઢમાં ગિરનારી ગણેશ મહોત્‍સવ એટલે પાંચ ભક્‍તિનો સમન્‍વય

ઓપરેશન સિન્‍દુરથી લઈને સ્‍વચ્‍છતા અને રક્‍તદાન સુધીનો સંદેશઃ ધારાસભ્‍ય સંજય કોરડિયાની અપીલ, ગણેશ મહોત્‍સવમાં પધારો, રક્‍તદાન કરોઃ આવતીકાલથી મહોત્‍સવનો પ્રારંભ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ર૭:  જૂનાગઢમાં આજ ૨૭ ઓગસ્‍ટથી ૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ દરમિયાન ગિરનારી ગણેશ મહોત્‍સવની ધામધૂમપૂર્વક ઉજવણી થવા જઈ રહી છે. ધારાસભ્‍ય સંજય કોરડિયાના તોહાશીર્વાદથી આ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં શ્રદ્ધાળુઓને ભક્‍તિ, સંસ્‍કળતિ અને સમાજસેવાના અનોખા સંદેશ સાથે જોડાવાની તક મળશે. ગણેશ મહોત્‍સ્‍વમાં રાષ્‍ટ્ર ભક્‍તિ, રાષ્‍ટ્રપ્રેમ, સેવાનો મર્મ, સામાજિક જવાબદારીનો સંગમ જોવા મળશે.

આ વર્ષે વિશેષ આકર્ષણ તરીકે ગણેશજીની પ્રાણપ્રતિષ્ઠા અને રોજિંદા ભવ્‍ય આરતી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. દરરોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ સુધી દર્શન, સાંજે ૮:૦૦ વાગ્‍યે આરતી, તેમજ રાત્રે ૭:૦૦ થી ૧૧:૦૦ સુધી બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. ગિરનારી ગણેશ મહોત્‍સવ જૂનાગઢના ઝાંસીની રાણી સર્કલ ખાતે યોજાશે.

વિશેષતા એ છે કે ગિરનારી ગણેશ મહોત્‍સવ સાથે  રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. ધારાસભ્‍ય શ્રી સંજય કોરડિયા અને J.M.I.R.S. મેડિકલ કોલેજ તથા હોસ્‍પિટલના સંયુક્‍ત ઉપક્રમે આ કેમ્‍પ યોજાશે. જેમાં શ્રદ્ધાળુઓ સાથે શહેરના નાગરિકોને પણ માનવતા માટે રક્‍તદાન કરવા હાર્દિક અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે સંજય કોરડિયાએ જણાવ્‍યું કે, ‘ગણેશ મહોત્‍સવ માત્ર ધાર્મિક આસ્‍થા સુધી સીમિત નથી, પરંતુ સામાજિક જવાબદારી સાથે જોડાય તો તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. રક્‍તદાન એ શ્રેષ્ઠ દાન છે અને આ પવિત્ર અવસરે વધુમાં વધુ લોકો જોડાશે તેવા વિશ્વાસ સાથે સૌને આમંત્રણ પાઠવું છું.' આ રીતે ગિરનારી ગણેશ મહોત્‍સવ માત્ર ધાર્મિક ભક્‍તિનો જ નહીં પરંતુ સામાજિક જાગળતિ અને માનવતાના મૂલ્‍યોનો ઉત્‍સવ બની રહ્યો છે.

ઓપરેશનની સિંદુરની સફળતા ગિરનાર ગણેશ મહોત્‍સવમાં જોવા મળશે. લોકોને ઓપરેશન સિંદુરનો સંદેશ આપવામાં આવશે. ગિરનારી ગણેશ મહોત્‍સવમાં આ વર્ષ ‘લોકલ ફોર વોકલ' પર ખાસ ભાર આપવામાં આવ્‍છે. સ્‍થાનિક કારીગરો અને વ્‍યવસાયો દ્વારા બનાવેલી વસ્‍તુઓની ખરીદી પ્રોત્‍સાહિત મળે. ધારાસભ્‍ય સંજય કોરડિયાના પ્રયાસથી આ પહેલ દ્વારા ન માત્ર સ્‍થાનિક કારીગરો અને વેપારીઓને પ્રોત્‍સાહન મળશે, પરંતુ મહોત્‍સવમાં હાજર દરેક વ્‍યક્‍તિ સ્‍થાનિક સંસ્‍કળતિ અને વ્‍યવસાય સાથે જોડાઈને સામાજિક જવાબદારી નિભાવી શકશે. આ તહેવાર હવે ભક્‍તિ ઉપરાંત લોકલ અર્થવ્‍યવસ્‍થાનો ઉત્‍સવ બની રહ્યો છે. ગિરનારી ગણેશ મહોત્‍સવમાં સ્‍વચ્‍છતાનો સંદેશ આપવામાં આવ્‍યો છે, જેમ કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ‘સ્‍વચ્‍છ ભારત, સક્ષમ ભારત' અભિયાન અંતર્ગત હંમેશા સ્‍વચ્‍છતા અને જાગળતિને પ્રોત્‍સાહન આપ્‍યું છે. ભક્‍તો અને શહેરવાસીઓને કચરો નહીં ફેંકી, સ્‍વચ્‍છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.

ગિરનારી ગણેશ મહોત્‍સવમાં ઇકો-ફ્રેન્‍ડલી ગણેશજી પ્રતિમાનુ સ્‍થાપન કરવાનો સંદેશ આપ્‍યો છે. પર્યાવરણને ધ્‍યાનમાં રાખીને માટીના અને પ્રાકળતિક રંગના પ્રતિમાનો ઉપયોગ પ્રોત્‍સાહિત કરાયો છે, જેથી ઊર્જા અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ થાય. ગિરનારી ગણેશ મહોત્‍સવમાં રક્‍તદાન લોકો માટે જીવન આપવાનો પાવરફુલ સંદેશ આપી રહ્યું છે. ધારાસભ્‍ય સંજય કોરડિયાના નેતળત્‍વમાં યોજાયેલા બ્‍લડ ડોનેશન કેમ્‍પ દ્વારા ભક્‍તોને માત્ર ભક્‍તિનો અનુભવ નહિ, પરંતુ સમાજસેવા અને માનવતાના મૂલ્‍યોને જાગળત કરવાનો મોકો મળી રહ્યો છે.(૬.૩)

(10:28 AM IST)