News of Wednesday, 27th August 2025
દ્વારકા શારદાપીઠાધીશ્વર એવં જ્યોતિષપીઠાઘીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય બ્રહ્મલીન સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનાં ૧૦૧માં પાવન જન્મોત્સવની ઉજવણી

દ્વારકા, તા.૨૭: પશ્ચિમ આમનાય દ્વારકા શારદાપીઠાધીશ્વર એવં જ્યોતિષપીઠાઘીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય બ્રહ્મ લીન સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજશ્રી નાં ૧૦૧ માં પાવન જન્મોત્સવ નિમિત્ત ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ) તારીખ ૨૬/૦૮/૨૦૨૫ મંગળવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી શારદાપીઠ ગુરુગાદિ પર અનંત શ્રીવિભૂષિત પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનન્દ સરસ્વતીજી મહારાજર્શ્રીંની કળપાથી ઉત્સવ સંપન્ન કરવામાં આવશે, પ્રાતઃકાલ થીજ ધાર્મિક અનુષ્ઠાનો, ભગવાન શ્રીચંદ્રમૌલીશ્વરનો રૂદ્રાભિષેક, ભગવાન શ્રીદ્વારકાધીશજીના શિખર પર નૂતન ધ્વજા આરોહણ, પૂજ્ય શંકરાચાર્ય મહારાજશ્રીનું પાદુકા પૂજન, સંતોના આશીર્વાદ સહ ભવ્ય ભંડારાનું આયોજન પૂજ્ય મહારાજશ્રીના પ્રિય શિષ્ય બ્રહ્મ ચારી શ્રી નારાયણાનંદજીની નિશ્રામાં સંપન્ન થયા હતા.(અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
