<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગણેશજીની આસ્‍થાભેર સ્‍થાપના : ભાવિકોમાં ઉત્‍સાહ

શ્રી ગણેશ મહોત્‍સવની ભવ્‍યતાથી ઉજવણીનો શુભારંભ : દરરોજ ધાર્મિક-સાંસ્‍કૃતિક કાર્યક્રમો

રાજકોટ, તા. ર૭ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજથી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થયો છે. ગામે-ગામ ગણેશજીની ભાવભેર સ્‍થાપના કરવામાં આવી છે.

ગણેશ મહોત્‍સવમાં દરરોજ ધાર્મિક સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ભાવિકો જોડાશે.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : ગણેશ ચતુર્થી ની પૂર્વ સંધ્‍યાય સુરેન્‍દ્રનગરની બજારમાં ગણપતિજીની મૂર્તિ ખરીદવા માટે ભક્‍તોની ભીડ જોવા મળી છે. ત્‍યારે સુરેન્‍દ્રનગરની બજારોમાં છેલ્લી ઘડીએ ભક્‍તો ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે આવી રહ્યા છે અને અનેરો આનંદ દેખાડી રહ્યા છે ખાસ કરીને સુરેન્‍દ્રનગરની બજારમાં ગણેશજીની રૂપિયા ૧૦૦ થી લઈ અને ૨૫,૦૦૦ સુધીની કિંમતની મૂર્તિ ઉપલબ્‍ધ છે ત્‍યારે ઉત્‍સાહભેર મૂર્તિઓની ખરીદી મોડી રાત સુધી ભક્‍તો દ્વારા કરવામાં આવી છે.

ત્‍યારે ખાસ કરીને ઇકો ફ્રેન્‍ડલી એટલે કે માટીમાંથી બનતી ગણેશજીની મૂર્તિની માંગમાં વધારો જોવા મળ્‍યો છે અલગ અલગ ટીક્કા જરી અને કલરો અને ફૂલોથી સુશોભિત ગણપતિજીની મૂર્તિઓ પણ સુરેન્‍દ્રનગરની બજારોમાં ભક્‍તો દ્વારા માંગ કરવામાં આવી હતી અને વેપારીઓ દ્વારા તેનું વેચાણ પણ કરવામાં આવ્‍યું છે વહેલી સવારથી શેરી ગલીઓ અને ઘરોમાં ગણપતિજી બિરાજમાન થવાના છે અને ભક્‍તિ ભાવ સાથે તેમની ભક્‍તો દ્વારા પૂજા અને અર્ચના કરવામાં આવવાની છે..

તે વચ્‍ચે ગણેશ ચતુર્થી ની પૂર્વ સંધ્‍યાએ થી નીકળેલી ઘરાકી મોડી રાત સુધી રહી છે જેને લઈને વેપારીઓ દ્વારા ગણપતિજીની મૂર્તિ નો સ્‍ટોક કરવામાં આવ્‍યો હતો તે પણ પૂર્ણ થઈ ચૂકયો છે અને ભાવપૂર્વક રીતે ગણપતિજીની મૂર્તિ ખરીદી અને ભક્‍તોએ પણ અનેરો ઉત્‍સાહ દેખાડ્‍યો છે

(10:55 AM IST)