<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ગોંડલમાં રૂપાવટી પુલ નજીક નર્મદા પાણીની લાઈન તૂટીઃ ૫૦ ફુટ ઉંચો ફુવારો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૭: મોવિયા રોડ પર રુપાવટી પુલ નજીક નર્મદા નાં પાણી ની પાઇપલાઇન તુટતા ૫૦ ફુટ ઉંચો ફુવારો છુટયો હતો. અને હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્‍યો હતો.

ઘટનાની જાણ થતાં પાણી પુરવઠા ટીમ સ્‍થળ પર દોડી જઈ મુખ્‍ય લાઈનમાં પાણીનો પ્રવાહ બંધ કર્યો હતો.

પરંતુ પાઈપલાઈનમાં રહેલો પાણીનો જથ્‍થો ખાલી ન થાય ત્‍યાં સુધી પાણી પ્રવાહ ચાલુ રહ્યો હતો.એકબાજુ ગોંડલ પંથક માં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્‍યારે પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણી નો જથ્‍થો આસપાસના ખેતરો અને રસ્‍તાઓ પર ભરાતા જળબંબાકાર  હાલત થતા ખેડૂતોની મુશ્‍કેલીમાં વધારો થયો હતો.

(11:38 AM IST)