News of Wednesday, 27th August 2025
વઢવાણ સુરેન્દ્રનગર હાઇવેને રેસિંગ ટ્રેક સમજી બેઠેલા નબીરાઓ પર કડક કાર્યવાહી કયારે ?

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૭: વઢવાણ સુરેન્દ્રનગર હાઇવે ને રેસિંગ ટ્રેક સમજી બેઠેલા નબીરા ઉપર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે કારણ કે છેલ્લા મહિનામાં બેફામ કાર ચલાવી અને નબીરાઓ દ્વારા ત્રણ જેટલા અકસ્માતો સર્જવામાં આવ્યા છે જેમાં જુલાઇ માસમાં સુરેન્દ્રનગર વઢવાણ હાઇવે ઉપર બોળા તળાવ નજીક કાર ચાલકે નશાની હાલતમાં કાર ચલાવી ચાર વાહનોને હડફેટે લીધા હતા અને બાઈક ઉપર જતા પરિવારને ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ જુલાઈ મહિનામાં જ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક સ્કોર્પિયો કાર ચાલકે રાત્રિ દરમિયાન બેફામ કાર ચલાવી અને ત્યારબાદ થાંભલા સાથે કાર અથડાવી નજીકમાં પડેલી ત્રણથી વધુ ગાડીઓને નુકસાન પહોંચાડયું હતું.
ત્યારે બીજી તરફ આજે વહેલી સવારે પણ રાજ હોટલ નજીક કારચાલક દ્વારા બેફામ ફુલ સ્પીડમાં કાર ચલાવી અકસ્માત સર્જવામાં આવ્યો છે જેમાં નજીકમાં ઉભેલા આધેડ અને હડફેટે લેવામાં આવ્યા છે અને ગંભર ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વીટારા બ્રેજા નામની કાર હતી તે એટલી સ્પીડમાં પસાર થઈ રહી હતી કે બીએસએનએલ કંપની તથા વીજ વિભાગના થાંભલાઓ પણ તોડી નાખવામાં આવ્યા છે અને નજીકમાં આવેલી દુકાનોના ઓટલાઓ તેમાં દુકાનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
ત્યારે વઢવાણ સુરેન્દ્રનગર હાઇવે ઉપર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે નબીરાઓ વઢવાણ સુરેન્દ્રનગર હાઇવે ને રેસિંગ ટ્રેક સમજી બેઠા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરની પોલીસ દ્વારા હવે રાત્રિ દરમિયાન ખાસ ડ્રાઇવ યોજી અને આવા નબીરા ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ફૂલ સ્પીડ ચલાવતા બાઈક અથવા તો કાર ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવે તો વઢવાણ સુરેન્દ્રનગર હાઇવે ઉપરથી પસાર થતાં વાહનચાલકોના અને રાહદારીઓના જીવ જોખમમાં ન મુકાય.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
