તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 27th August 2025
સુરેન્દ્રનગરમાં પૂરઝડપે જતી કાર સફાઈ કામદારને અડફેટે લઈ દુકાનની દીવાલમાં ઘૂસી

વઢવાણઃ સુરેન્દ્રનગર આંબેડકર ચોક નજીક સફાઈ કામદાર ચંદુભાઈ ભનાભાઈ સોલંકી સફાઈ કામગીરી કરતા હતા. ત્યારે એક પુરઝડપે નીકળેલી કારે તેમને અડફેટે લીધા હતા. જયારે આ કાર એક દુકાનની દીવાલ સાથે અથડાઈ હતી. જયારે એક ટેલીફોન કંપનીના વીજ પોલને પણ ધરાશાયી કરી દીધો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્ત સફાઈ કામદારને સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયો હતો. બીટ જમાદાર રાકેશ સોલંકી, મુકેશ ઉત્તેળીયા સહિતનાઓ દોડી ગયા હતા. અને ઈજાગ્રસ્તના નીવેદનને આધારે બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.(૬.૮)
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
