News of Wednesday, 27th August 2025
જસદણ પાસે વાડીમાંથી સામાનની ચોરી કરનાર બાબરાના ૩ શખ્સો પકડાયા

રાજકોટ, તા., ર૭: જસદણ પાસે વાડીમાંથી હાર્ડવેરના સામાનની ચોરી કરનાર બાબરાના ત્રણ શખ્સોને જસદણ પોલીસે ઝડપી લીધા હતા.
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા ગોંડલએ અનડીટેક્ટ ચોરીના ગુન્હા શોધી કાઢવા આપેલી સુચના અને માર્ગદર્શન અનુસંધાને ગઈ તારીખ-૦૫/૦૮/૨૦૨૫ના રાત્રીના ફરીયાદી જેટકો કંપનીમાં નાયબ ઇજનેર તરીકે નોકરી કરતા હોય અને જસદણ ગઢડીયા રોડ ઉપર આવેલ સાહેદ હેમાંશુભાઇ હીરપરાની વાડીમાં જેટકો કંપનીનો બાંધકામનો સામાન રાખવા ભાડે રાખેલ હોય જે ખુલ્લી વાડીમાં પ્રવેશ કરી જેટકો કંપનીનો બાંધકામનો પડેલ સામનમાંથી એલ્યુમિનિયમના સ્પેસર હાર્ડવેર મુસ કન્ડકટર નંગ ૪૯ જેની આશરે કિ રૂ ૪૬૧૫૮/- ની ચોરી કરી ગયાના બનાવમાં જસદણ પોલીસે ચોરી કરનાર (૧) અમરખા દીલાવરખામ ભોજવાણી જાતે મુસ્લીમ ઉવ રર ધંધો ડ્રાઇવીંગરહે બાબરા, જીવનપરા તા. બાબરા જી.અમરેલી (૨) મોહસીન ખાન આરબખાન ભોજવાણી જાતે મુસ્લીમ ઉવ ૩૩ ધંધો ડ્રાઇવીંગ રહે બાબરા, જીવનપરા તા. બાબરા જી.અમરેલી (૩) મેહુલભાઇ બાબુભાઇ ભવાણીયા જાતે મુસ્લીમ ઉવ ૨૩ ધંધો મજૂરી રહે બાબરા, નવા બસ સ્ટેશન પાછળ તા. બાબરાને ચોરીમાં વપરાયેલ પીકઅપ વાન અને સામાન સહીત ૩.૯૬ લાખના મુદામાલ સાથેઝડપી લીધા હતા. જયારે સાર્દુલ વજીરભાઇ ભોજવાણી રે. બાબરાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
આ કાર્યવાહીમાં (૧) શ્રી એસ.આર.ગોહીલ,ઇન્ચાર્જ પો.ઈન્સ. જસદણ પો.સ્ટે (૨) શ્રી એમ.ડી.વાઘેલા પો.સબ.ઇન્સ. જસદણ પોસ્ટે (૩) શ્રી જે.ડી. મજેઠીયા એ.એસ.આઇ. જસદણ પોસ્ટે (૪) શ્રી એસ.વી.તલસાણીયા પો.હેડ.કોન્સ. જસદણ પોસ્ટે દ્વારા કરવામાં આવી હતી.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
