News of Wednesday, 27th August 2025
મોબાઈલ અને ટેકનીકલના યુગમાં માટી સાથેનું બાળપણ ભૂલાયું
માટી સાથે રમવું બાળકો માટે શારીરિક, માનસિક, સામાજિક અને બૌધ્ધિક વિકાસ માટે ખૂબ ફાયદાકારકઃ માટી માત્ર ધરતીનું એક તત્વ નથી, જીવનનો આધાર છેઃ રામદેવભાઈ મોઢવાડિયા

પોરબંદર, તા.૨૭: આજકાલ બાળકો સોશિયલ મીડિયાના આદી બની ગયા છે,માટી સાથે રમવાનું ભુલી ગયા છે,સતત સ્ક્રીન ટાઈમથી શરીરને કસરત મળતી નથી તેના લીધે તે આળસુ અને કમજોર બની ગયા છે અને અનેકવિધ રોગોનો નાનપણથી ભોગ બની રહ્યા છે, તેથી બાળકોને મોબાઈલ અને ટેકનોલોજીથી દુર કરી માટી સાથે જોડવા અનિવાર્ય છે.
પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,આજના આધુનિક યુગમાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ, ટીવી, વીડિયો ગેમ્સ અને ઇન્ડોર પ્રવળત્તિઓમાં પસાર થાય છે. શહેરોમાં તો ખાસ કરીને બાળકોને ખેતર, બગીચો કે માટી સાથે સીધું જોડાવાનો મોકો બહુ ઓછો મળે છે. પરંતુ વૈજ્ઞાનિક સંશોધન, મનોવૈજ્ઞાનિકોના અભ્યાસ અને પરંપરાગત ભારતીય જીવનશૈલી સાબિત કરે છે કે, માટી સાથે રમવું બાળકો માટે શારીરિક, માનસિક, સામાજિક અને બૌદ્ધિક વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. માટી માત્ર ધરતીનો એક તત્વ નથી, પરંતુ તે જીવનનો આધાર છે. બીજમાંથી છોડ ઉગાડે છે, ખાદ્યપદાર્થ આપે છે, દવા બનાવે છે અને માનવજાતને પોષે છે. બાળકો માટે માટી એક કુદરતી શિક્ષક સાબિત થાય છે, કેમકે માટી તેમને પ્રકળતિ સાથે જીવવા શીખવે છે. નવા અનુભવ, સ્પર્શ અને સુગંધ દ્વારા સંવેદનાઓ તેજ કરે છે. બાળપણમાં મળેલો આ અનુભવ જીવનભર યાદગાર બની રહે છે.
માટીમાં રહેલા પ્રાકળતિક સુક્ષ્મજીવો બાળકોની ઇમ્યુન સિસ્ટમને મજબુત બનાવે છે.આજના સમયમાં ટુ ક્લીન વાતાવરણને કારણે બાળકો વારંવાર બિમાર પડે છે.માટી સાથે રમવાથી તેમનું શરીર નાના-મોટા જંતુઓ સામે કુદરતી રક્ષણ મેળવવા લાગે છે.
હાડકાં અને તાાયુ બને છે મજબુત, માટીમાં ખોદવું, ઘડવું, કિલ્લો બનાવવો જેવી પ્રવળત્તિઓથી બાળકો ફિઝિકલ એક્સર્સાઈઝ કરે છે. હાથ-પગની મસલ્સ, આંગળીઓ અને બોડી કોર્ડિનેશન મજબુત બને છે. બાળકોને બનાવે છે વિટામિન-ડીથી ભરપુર બનાવે છે. મોટાભાગે બાળકો બહાર ખુલ્લી જગ્યાએ માટી સાથે રમે છે. આ સમયે તેમને સુર્યપ્રકાશથી વિટામિન-ડી મળે છે, જે હાડકાં માટે જરૂરી છે. તેમ રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે. (રર.૧૪)
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
