News of Wednesday, 27th August 2025
મોરબીના મકનસર અને બંધુનગર ગામની સમસ્યાનો સુખદ અંતની ખાતરી
નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ભરાતા પાણીની સમસ્યા હલ કરવા સૂચના.

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૭: મોરબી તાલુકાના મકનસર તથા બંધુનગર ગામ પાસે આવેલ ૮એ-નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈ મોરબી ખાતે જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી તથા નેશનલ હાઈવે ઓથોરિટી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની આગેવાનીમાં ગામના આગેવાનો તથા સરપંચોએ હાજરી આપી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી.
બેઠક દરમિયાન મકનસર ગામના સરપંચ અવચરભાઈ દેગામ, બંધુનગર ગામના સરપંચ શેલેશભાઈ દલસાણીયા, તથા બંધુનગર ગામના ઉપસરપંચ રમેશભાઈ ભાડજા, સામજિક યુવા આગેવાન ત્રિગુણભાઈ કૈલા, નૈમિશભાઈ પ્રજાપતિ અને ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે રજૂઆતને ગંભીરતાથી લઈ નેશનલ હાઈવે ઓથોરિટીને આ સમસ્યાનું કાયમી સોલ્યુશન લાવવા ગંભીરતાથી ચેતવણી આપી તથા જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
