<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ખંભાળીયાના મીની તરણેતર સમાન શ્રી શીરેશ્વર લોકમેળાનું જગદીશ મકવાણાના હસ્‍તે ઉદ્‌ઘાટન

પ૦ વર્ષ પહેલાથી દર વર્ષે આયોજીત પ્રાચીન મેળામાં ઉમટતા લોકો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૭ :.. હાલારમાં સૌથી મોટો ગણાતો તથા સૌરાષ્‍ટ્રના મીની તરણેતર સમાન ગણાતા શીરેશ્વર લોકમેળાનું ઉદઘાટન ગઇકાલે સાંજે વિધિવત રીતે વઢવાણના ધારાસભ્‍ય તથા રાજયના દંડક જગદીશ મકવાણાના હસ્‍તે રીબીન કાપીને મેળાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

મેળામાં જિલ્લા કલેકટર રાજેશ તન્‍ના, નાયબ કલેકટર કે. કે. કરમટા, જિ. પં. પૂર્વ પ્રમુખ પી. એસ. જાડેજા, અગ્રણીઓ ડો. અમિત નકુમ, મોહિતભાઇ મોટાણી, જીતેન્‍દ્રભાઇ કણઝરીયા, સંજયભાઇ નકુમ, રીસકભાઇ નકુમ, ચીફ ઓફીસર રાહુલ કરમૂર, શકિતનગર સરપંચ પુનમબેન નકુમ, બાબાભાઇ નકુમ, વિ. પણ જોડાયા હતાં.

પ૦ વર્ષ પહેલાથી થતો લોકમેળો

શકિતનગરના સતવારા આગેવાન ગોવા જેઠા નકુમ, ગોવા પટેલ, દ્વારા આ મેળો ગ્રામ્‍ય વાતારણનો શરૂ થયેલો જે દર વર્ષે રગ પાંચમીના મેળા તરીકે યોજાય છે.

(1:39 PM IST)