News of Wednesday, 27th August 2025
ગણપતિ બાપ્પા મોરયા...
ગણપતિ બાપ્પા...મોરયા...મંગલમૂર્તિ મોરચા...

ભાદરવા સુદ-૪ ગણેશ ચતુર્થીના આગમન સાથે જ આ શબ્દો આપણાં કાનમાં ગુંજે છે પણ શું આપણને ખરેખર આ શબ્દોના અર્થ ની ખબર છે...? વારંવાર આપણાં કાનમાં ગૂંજે છે. પણ શું આપણને ખરેખર આ શબ્દોના અર્થની ખબર છે ?
ગણ - સમુહ ના પતિ એટલે ગણપતિ. બાપ્પા એટલે પિતા એતો આપણને ખબર જ છે પણ મોરયા એટલે શું.....?
આમ તો મોરયા શબ્દના બે અર્થ જાણીતા છે. એક મોરયા એટલે વંદન અને બીજુ ...મોરયા એટલે મોરયા ગોસાવી- ગણપતિ બાપ્પા ના પરમ ભકત અથવા તો તેના વંશજ મનાય છે.મોરયા સ્વામીનો જન્મ મોરગાંવમાં થયો હતો. મોરયાના પિતાશ્રી વામન ભટ્ટજી વિદ્વાન હતાં, બધી રીતે સુખી હતાં, પરંતુ એક જ વાતનું દુઃખ હતું, એમને ત્યાં કોઈ સંતાન ન હતું. આ કારણથી તેઓ ખુબ જ દુઃખી રહેતા હતા. પુત્ર પ્રાપ્તીની આશાથી વામન ભટ્ટજી અને તેમના પત્ની પાર્વતીબાઈ તીર્થ યાત્રા માટે નીકળી પડયાં, ઘણાં ગામોમાં મંદિરે દર્શન કર્યા પછી તેઓ કનહા નદીના કિનારે મોરગાંવ (ભૂસ્વાનંદ) માં ૪૫ વર્ષ ની ઉંમરે શ્રી મયુરેશ્વરનાં દર્શન કર્યા પછી ત્યાં સ્થાયી થયા. ગામ લોકોએ પણ એને કહયું એ અહીં મોરેશ્વર ભગવાનનું વરદાન છે કે, જે અહી રહીને ગણેશજીની તપヘર્યા કરશે તેઓની ઇચ્છા પૂર્ણ થશે અને વામન ભટ્ટજી ને પણ આ જગ્યા ખૂબ પસંદ પડી.તેથી તેઓ અહી સ્થાયી થઈ ગયા.
મોરગાવમાં ત્રણ વર્ષ પુરા થયા પછી ધાર્યુ પરિણામ ન આવતાં ઈ.સ. ૧૩૨૭ માં તેઓએ ૧૨ વર્ષ માટે અનુષ્ઠાન - તપヘર્યા પુત્રરત્ન માટે શરૂ કરી. ૧૨ વર્ષે એક અનુષ્ઠાન પૂર્ણ થતાં વામન ભટ્ટ ની ઇચ્છા પ્રબળ બની. એક વ્હેલી સવારે મયુરેશ્વરે તેમને સ્વપ્નમાં આવીને કહયું કે, તારા નસીબમાં પુત્ર નથી, હું પણ તારી ઇચ્છા પુર્ણ નહીં કરી શકું. છોડી દે આ તપર્શ્યા. સ્વપ્ન પુરૂ થતાં વામન ભટ જાગી ગયાં અને તેને બધુ છોડી દેવાની ઇચ્છા થઇ. પણ પછી જાવું કયાં...? તેથી આખરે તેમને ઉગ્ર તપર્શ્યા અહીં જ કરવાનું નકકી કર્યુ અને આ રીતે ૪૮ વર્ષ તપヘર્યા કરી. આખરે ઈ.સ. ૧૩૭૫ માં મોરેશ્વર પસન્ન થયા અને કહયું કે, હવે હું જ તારે ત્યાં બ્રહ્માંડની મદદ લઇને પુત્ર તરીકે આવીશ અને હવે તારે આકરી તપસ્ચર્યાની જરૂર નથી. આ સાંભળીને વામન ભટજી ખૂબજ રાજી થયાં અને તેમણે પત્નીને વાત કરી.ઈ.સ. ૧૩૭૫માં માધ સુદ - ચોથ, શુકવારે બપોરના પાર્વતી દેવીએ પુત્રને જન્મ આપ્યો. આ સમયે સૌ પ્રથમ મયુરેશ્વર પાર્વતીદેવીની સમક્ષ પોતાની સૂંઠ સહિત દર્શન દીધા અને પછીં પુત્ર ના રૂપ માં મોરેશ્વરે જ દિકરા તરીકે જન્મ લીધો. ત્યાર પછી ગામનાં લોકો પણ મોરયાને ગોસાવી મહારાજના નામેથી બોલાવા લાગ્યા. ત્યારથી મોરયા ગોસાર્વી તરીકે અને ત્યાર પછી તેમને દેવ ની અટક પણ મળી.
શ્રી મોરયા ગોસાવીની મૂળ અટક તો શાલીગામ હતી અને તે અટક પણ તેના પિતા વામન ભટના ગામના નામ સાથે જોડાયેલી છે. તેમના પિતા શાલી શહેરમાં રહેતાં હતાં તેથી અટક શાલીગ્રામ. પરંતુ મોરયાની ઇશ્વર પ્રત્યેની લગન, ભકિત જોઇને લોકો મોરયાને મોરયા ગોસાવી તરીકે ઓળખવા લાગ્યા.
ટુંકમાં માહિતી
(૧) મોરયાના માતુશ્રી -શ્રીમતિ પાર્વતીબાઈ વામન ભટ્ટ
(૨) મોરયાના પિતાશ્રી-શ્રી વામન ભટ્ટ
(૩) મોરચાના ગુરૂશ્રી - શ્રી યોગીરાજ નયન ભારતી ગોસાવીજી
(૪) મોરયાના ધર્મપત્ની - શ્રીમતિ ઉમા ગોવિંદરાય કુલકર્ણી
(૫) મોરયાના પુત્રનું નામ - શ્રી ચિંતામણી
આમ મોરયા ગણેશ સંપ્રદાય ના પ્રથમ પ્રચારકે - ૧૮૬ વર્ષની ઉમરે પુના નજીક ચિંચવડ મુકામે જીવંત સમાધિ લીધેલ.
ગણપતિ બાપ્પા........... મંગલ
મૂર્તિ મોરયા................ મોરયા. (૯.ર૪)
આલેખનઃ દિલીપ ધ્રુવ
જામનગર. મો.૯૮રપર ર૪૦૪ર
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
