News of Wednesday, 27th August 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનાં આશીર્વાદ લેતા બોટાદ જિલ્લાના નવનિયુક્ત પોલીસ કમિશનર ચિંતનભાઈ તેરૈયા
ચિંતનભાઈ તેરૈયાએ જિલ્લાના સુચારુ વહીવટ અને જનકલ્યાણનાં કાર્યો સફળતાપૂર્વક પાર પડે તે માટે હનુમાનજીદાદા સમક્ષ પ્રાર્થના કરી

રાજકોટ તા.૨૭
બોટાદ જિલ્લાના નવનિયુક્ત સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રી ચિંતનભાઈ તેરૈયાએ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા. તેમણે હનુમાનજીદાદાની પૂજા-અર્ચના કરી ધજા ચઢાવી હતી અને હનુમાનજી દાદાને શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ચિંતનભાઈ તેરૈયાએ જિલ્લાના સુચારુ વહીવટ અને જનકલ્યાણનાં કાર્યો સફળતાપૂર્વક પાર પડે તે માટે હનુમાનજીદાદા સમક્ષ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિરના સંતોએ ફુલહાર પહેરાવી આવકાર્યા હતા અને આશીર્વાદ પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
