<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

છોકરી બાબતે થયેલા ઝઘડામાં છરી અને ધારીયાથી હુમલો: મોરબીમાં યુવાનની હત્યા: મૃતકના પિતાને પણ ઈજા.

વાવડી ચોકડીથી નવલખી ફાટક જવાના બ્રિજ વચ્ચે આવતી ઝૂંપડપટ્ટીમાં છોકરી બાબતે ઝઘડો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  મોરબીમાં વાવડી ચોકડી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છોકરી બાબતે સામા પક્ષે ધારીયા અને છરીથી હુમલો કરી યુવાનની હત્યા કરી છે. જ્યારે આ હુમલામાં મૃતક યુવાનના પિતાને પણ ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

     પ્રાપ્ત વિગતો અનુસાર વાવડી ચોકડીથી નવલખી ફાટક જવાના બ્રિજ વચ્ચે આવતી ઝૂંપડપટ્ટીમાં આજે છોકરી બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો કુટુંબમાં જ અંદરો અંદર બે પક્ષ વચ્ચે થયો હતો. જેમાં મારામારી કરી અને છરી તથા ધારીયાથી હુમલો કરવામાં આવતા રમેશભાઈ ગાભાભાઈ દેવીપૂજક (ઉ.વ.22) નામના યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે તેમના પિતા ગાભાભાઈ જીવાભાઈ દેવીપૂજક (ઉ.વ.70)ને ઇજા પહોંચી છે. બન્નેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ મામલે એ ડિવિઝન પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી

 

(7:00 PM IST)