<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

જૂનાગઢમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

મહાનગરપાલિકા દ્વારા સાધુ સંતોની ઉપસ્થિતિમાં ત્રણ જળાશયોનું પાણી આ કુંડમાં અભિષેક કરી કુંડને ખુલ્લો મુકાયો

જૂનાગઢ : ગણેશ ઉત્સવની સૌ કોઈ ધામધૂમપૂર્વક ઉજવણી કરતું હોય છે ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવવામાં આવે છે અને બાદમાં લોકો આ મૂર્તિનું જળાશયોમાં વિસર્જન કરતા હોય છે જેથી પર્યાવરણને પણ નુકસાન થાય છે અને મોટી દુર્ઘટના પણ બનતી હોય છે જેને લઇને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષથી ભવનાથ વિસ્તારમાં આઠ ફૂટ ઊંડો એક વિસર્જનકુંડ બનાવવામાં આવ્યું છે.. 

   આજથી ગણેશ પર્વ શરૂ થયો છે જેને લઇ મહાનગરપાલિકા દ્વારા સાધુ સંતોની ઉપસ્થિતિમાં ત્રણ જળાશયોનું પાણી આ કુંડમાં અભિષેક કરી કુંડને ખુલ્લો મુકાયો હતો જેમાં જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ, પૌરાણિક મૃગી કુંડ અને દિવ્ય એવા નારાયણ ધારા ના જળનો અભિષેક કરીને સાધુ સંતો દ્વારા શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે 

   ગિરનાર ના સંતો દ્વારા લોકોને અપીલ કરી છે કે, દરેક લોકો આ કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરે અને કુદરતે આપેલા પર્યાવરણ ને બચવું જોઈએ.પહેલા લોકો ભવનાથના દામોદરકુંડ સહિતના જળાશયોમાં ગણેશ વિસર્જન કરતા હતા જેનાથી કુંડનું પાણી પ્રદૂષિત થતું અને પર્યાવરણને નુકસાન હાની પહોંચતી હતી તેથી મહા પાલિકા દ્વારા ભવનાથમાં આશરે ૮ ફૂટ ઊંડો, ૭૦ બાય ૪૦ ફૂટ પહોળો કુંડ બનાવ્યો છે. જેમાં ભાવિકો ગણેશજીનું સહેલાઇ થી વિસર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ફાયર બ્રિગેડના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

(7:09 PM IST)