News of Wednesday, 27th August 2025
મોરબીમાં ઉમા ટાઉનશિપ કા રાજા ગણપતિજીનું ભવ્ય સ્વાગત.
ગણપતિજીની મૂર્તિનું આગમન થતાં જ આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે તારીખ 26 ઓગસ્ટના રોજ મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપ ખાતે ઉમા ટાઉનશિપ કા રાજા ગણપતિજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણપતિજીની મૂર્તિનું આગમન થતાં જ આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. લોકોએ ભાવભેર ગણપતિજીના વધામણા કર્યા હતા. લોકોએ ગરબે રમીને ગણપતિજીને આવકાર્યા હતા. ઉમા ટાઉનશિપ કા રાજા ગણપતિ મહોત્સવનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
