News of Wednesday, 27th August 2025
નવા બસ સ્ટેન્ડ પાસે ઉભરાતી ગટરના કારણે ગંદા પાણીના તલાવડા ભરાયા, લોકોને હાલાકી.
મહાપાલિકા દ્વારા તાકીદે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે છેલ્લા 4 દિવસથી ગટરો ઉભરાઇ રહી છે. જેને કારણે નવા બસ સ્ટેન્ડ, સ્વામિનારાયણ મંદિર અને જીઆઇડીસીના નાકા સહિતના વિસ્તારોના ગંદા પાણીના તલાવડા ભરાઈ ગયા છે. લોકોને આ સમસ્યાના કારણે હાલાકી પડી રહી છે. ત્યારે મહાપાલિકા દ્વારા તાકીદે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
