<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

મોરબી મહાનગરપાલિકાના કમિશનરે ઝોન-૩માં સફાઈ કામગીરીની સમીક્ષા કરી.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ૧૯ થી રપ ઓગસ્ટ દરમિયાન નિયમોના ભંગ બદલ રૂ. ૪ર૦૦ નો દંડ વસૂલાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી: મોરબી મહાનગરપાલિકાના કમિશનરે તારીખ રપમી ઓગસ્ટ, ર૦ર૫ના રોજ ઝોન-૩ની મુલાકાત લીધી હતી. જેમાં કમિશનર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરીનું નિરીક્ષણ તેમજ ઝોન-૩માં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓની હાજરી ચકાસવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે દાણાપીઠ, વાંકાનેર દરવાજા અને ખાખરેચી દરવાજા ખાતે આવેલા GVP પોઇન્ટની પણ મુલાકાત લીધી હતી. આ સાથે, એજન્સી દ્વારા કરવામાં આવતી કામગીરી અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

     આ મુલાકાત દરમિયાન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ ૧૯/૦૮/૨૦૨૫ થી ૨૫/૦૮/૨૦૨પ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન નિયમોના ભંગ બદલ કુલ રૂ. ૪૨૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો

(11:46 PM IST)