તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 28th August 2025
કચ્છના ફરાદી ગામ પાસે બાઈક અને ટ્રક અથડાતા બાઈકસવાર બે સગીર તરૂણોના મોત
મૃતક બંને કાકાઈ ભાઈઓ, અકસ્માત બાદ પાછળ બીજી બાઈક અથડાતા અન્ય બે બાઈકસવાર ઈજાગ્રસ્ત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : કચ્છમાં માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતમાં સગીર વયના બે પિતરાઈ ભાઇઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મુન્દ્રાથી માંડવી બાઇક ઉપર જતી વેળાએ ફરાદી ગામ નજીક
ત્રણ રસ્તા પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકસવાર ૧૭ વર્ષીય કિશોરો આર્યન ભરતભાઇ ડોરૂ અને નૈતિક કિશોરભાઇ ડોરૂ ના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. પાછળ અન્ય બાઇક અથડાતા બીજી બાઇક ઉપર સવાર બે યુવાનો સિંધુ અજયસિંગ અને તુષાર પાસવાન ઇજાગ્રસ્ત થયા હતા. એક સાથે બબ્બે કિશોર વયના સગીરોના મોતને પગલે પંથકમાં અરેરાટી છવાઈ છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
