હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છના ભચાઉ પંથકમાં વીજ ટ્રાન્સમિશન લાઈન ખેતરોમાંથી પસાર કરવા મુદ્દે અદાણી કંપની સામે ખેડૂતોએ કર્યો દાદાગીરીનો આક્ષેપ : જુઓ વિડિયો
ભારતીય કિસાન સંઘ મેદાને, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો ઉપર દમન અને દબાણનો આક્ષેપ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮: કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ સાથે ઉદ્યોગગૃહો દ્વારા જમીન મૂડી સ્થાનિક ખેડૂતો તેમ ગ્રામજનો સામે અનેક વાર દબાણ તેમ જ દાદાગીરીના આક્ષેપો થઈ ચૂકયા છે. ત્યારે ફરી એકવાર અદાણી કંપનીની દાદાગીરી ચર્ચામાં આવી છે. તેની સામે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ભચાઉ તાલુકાના વાઢિયા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના ખેતરમાંથી ટ્રાન્સમિશન લાઈન પસાર કરવા માટે અદાણી કંપની દ્વારા કામગીરી ચાલુ કરાતા ખેડૂતોએ ભારે વિરોધ કરી કામ બંધ કરાવ્યું હતું. અદાણી કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર ખેતરોમાંથી વીજળીના હાઈ ટેન્શન લાઈનો નાખવાની કામગીરી કરતા ખેડૂતોએ આક્રોશ દર્શાવી વિરોધ કર્યો હતો. અદાણી કંપની દાદાગીરી લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા કચ્છ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યા વગર ખેતરોમાંથી વીજ લાઈન પસાર કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ તબક્કે સ્થાનિકે ઘર્ષણ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી જેમાં પોલીસ તેમ જ પ્રસાશન સામે પણ કંપનીની તરફેણ કરી દાદાગીરીમાં સાથ આપવાનો આક્ષેપ કરાયો હતો.(૨.૧૦)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
