News of Thursday, 28th August 2025
ગીર-સોમનાથ જીલ્લા પોલીસ વડા તરીકે જયદિપસિંહ જાડેજા

(મીનાક્ષી- ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા.૨૮: ગીર-સોમનાથ જીલ્લા નવનિયુકત જીલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા આજે જીલ્લા પોલીસઅધિક્ષક ગીર-સોમનાથ તરીકે ચાર્જ સંભાળશે.
કચ્છ ખાતે તા.૨૭-૯-૮૨ના રોજ જન્મેલા તેઓએ બી.એસ.સી. મેથ્સ તેમજ પી.જી. ડીપ્લોમાં જર્નાલીઝમ તેજસ્વી રીતે પાસ કરનાર તેઓ યશસ્વી સાથે ઉમદા પ્રતિભા ધરાવે છે. તેઓ સોમનાથ મહાદેવના દર્શન-પુજન કરી જીલ્લા કચેરીએ પદગ્રહણ કરશે.
જયાં પોલીસ જવાનો તરફથી તેઓને ગાર્ડ ઓફ ઓનર સલામી અધિકારીઓ તરફથી સ્વાગત સાથે ફુલદસ્તાથી સ્વાગત કરાશે ત્યારબાદ સ્ટાફ પરિચય મેળવી જીલ્લાની જાણકારી મેળવશે. મહિસાગરથી અત્રે નિમણુંક પામેલા તેઓને મહિસાગર ખાતે વિદાયમાન અપાયું હતું.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
