<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

ગોંડલમાં ચાલતી વખતે ખાડામાં પડી જતાં ઇજાઃ કમલેશભાઇ જોષીનું મૃત્‍યુ

સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

 

રાજકોટ તા. ૨૮: ગોંડલમાં રહેતાં ટૂર ટ્રાવેલ્‍સ સંચાલક પ્રોૈઢ ગામમાં ચાલીને જતાં હતાં ત્‍યારે તીનબત્તી ચોક પાસે ચાલતાં ચાલતાં ચક્કર આવતાં ખાડામાં પડી જતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસડાયા હતાં. તેમનું મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રહેતાં કમલેશભાઇ દુર્લભજીભાઇ જોષી (ઉ.વ.૫૪) ગત ૨૪મીએ સાંજે આઠેક વાગ્‍યે ઘરેથી આટો મારવા નીક્‍ળ્‍યા ત્‍યારે તીનબત્તી ચોકમાં બેઠા પૂલ પાસે ચક્કર આવતાં નાનો ખાડો  હોઇ તેમાં પડી જતાં ઇજા થઇ હતી. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગઇકાલે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, પ્રકાશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ગોંડલ એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

મૃત્‍યુ પામનાર કમલેશભાઇ ટૂર ટ્રાવેલ્‍સનું કામ કરતાં હતાં. સંતાનમાં એક દિકરી છે. જે રાજકોટ ભણતી હોઇ કમલેશભાઇના પત્‍નિ અને દિકરી રાજકોટ કુવાડવા રોડ પર ભાડે મકાન રાખીને રહે છે. બનાવ વખતે માતા-પુત્રી રાજકોટ હતાં. કમલેશભાઇ રાજકોટ આવ-જા કરતાં રહેતાં હતાં. (૧૪.૫)

 

(11:17 AM IST)