હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 28th August 2025
ધ્રાંગધ્રાના રાજચરાડીમાં ચુલાના સળગતા લાકડાથી અનુબેન દાઝ્યા

રાજકોટ તા. ૨૮: ધ્રાંગધ્રાના રાજચરાડી ગામે રહેતાં અનુબેન રવિભાઇ મારૂડા (ઉ.વ.૩૫) ચુલા પર રસોઇ કરતાં હતાં ત્યારે સળગતુ લાકડુ તેમણે પહેરેલી સાડીને અડી જતાં ભડકો થતાં દાઝી જતાં સુરેન્દ્રનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરી હતી. અનુબેનના પતિ ખેત મજૂરી કરે છે. તેણીને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૫)
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
