<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

બોટાદ એસ.પી. તરીકે ચાર્જ સંભાળતા શ્રી ચિંતન તેરૈયા

કાયદો અને વ્‍યવસ્‍થા પ્રશ્ને કોઇ બાંધછોડ નહી કરાયઃ અસામાજીકો શાનમાં સમજી જાય પ્રજાને શાંતિ અને સલામતીનો સતત અહેસાસ કરાવીશઃ એસપી ચિંતન તેરૈયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૮ :.. ગાંધીનગર મુખ્‍યમંત્રી અને વીઆઇપી સિકયુરીટીના એસપી તરીકે ફરજ બજાવી તાજેતરમાં જ બોટાદ એસપી તરીકે બદલી થતા શ્રી ચિંતન તેરૈયાએ ચાર્જ સંભાળી લીધો છે. કડક અને જાંબાઝ પોલીસ અધિકારીની છાપ ધરાવતા. શ્રી તેરૈયાએ જણાવ્‍યુ હતું કે કાયદો અને વ્‍યવસ્‍થા પ્રશ્ને કોઇ બાંધછોડ કરાશે નહીં.

અસામાજીકો શાનમાં સમજી જાય અસામાજીક પ્રવૃત્તિ કોઇ કાળે ચલાવી નહી લેવાય અને પ્રજાને શાંતિ અને સલામતીનો સતત અહેસાસ થાય અને પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્રને ચરિતાર્થ કરવા સતત પ્રયત્‍નશીલ રહેશે.

અને પ્રજાને કોઇપણ પ્રકારના લુખ્‍ખા આવારા તત્‍વોની રંજાડ હોય તો સીધો નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવો. જેથી  ત્‍વરીત કાર્યવાહી કરાશે.

પ્રજાની શાંતિ અને સલામતી સતત જળવાય રહે તે માટે હમેંશા પ્રયત્‍નશીલ રહેશે. તેઓએ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્‍ફરન્‍સ યોજી અને કાયદો વ્‍યવસ્‍થા ટ્રાફિક સમસ્‍યા અંગે ચર્ચાઓ કરેલ હતી.

(11:22 AM IST)