News of Thursday, 28th August 2025
ખીરસરા ચોકડી પાસે ખરાબામાં રૂા. ૯૪ હજારના દારૂ-બીયર સાથે ગૌતમ પકડાયો
રૂરલ એલસીબીનો દરોડોઃ મેટોડા પોલીસે વરલીનો જૂગાર રમતો અમિત કુકાવાને દબોચ્યો

રાજકોટ તા. ર૮ :.. કાલાવડ રોડ પર ખીરસરા ચોકડી પાસે રૂરલ એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૯૪ હજારના દારૂ-બીયર સાથે એક શખ્સને પકડી લીધો હતો. મળતી વિગત મુજબ કાલાવડ રોડ ખીરસરા ચોકડી પાસે એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઉભો હોવાની બાતમી મળતા રૂરલ એલસીબીના પીઆઇ વી. વી. ઓડેદરા તથા એ. એસ. આઇ. વકારભાઇ આરબ સહિતે ખીરસરા ચોકડી પાસે દરોડો પાડી ખરાબામાં રાખેલા રૂા. ૩૦,૮૦૦ ની વિદેશી દારૂની રર બોટલ તથા રૂા. ૬૩,૪૪૦ ની કિંમતના બીયરના ટીન સાથે ગૌતમ દેવાભાઇ સળકડીયા (રહે. લોધીકાના છાપરા ગામ શીવમ ઇન્ડસ્ટ્રીયલ-૧માં) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
વરલી ફીચરનો જૂગાર રમતો અમીત પકડાયો
મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩ ની સામે ખુલ્લી જગ્યામાં એક શખ્સ જૂગાર રમતો હોવાની બાતમી મળતા મેટોડા પોલીસ મથકના હેડ કોન્સ. યોગીરાજસિંહ તથા કોન્સ. રાજદીપસિંહ ગોહિલ સહિતે દરોડો પાડી વરલી ફીચરનો જૂગાર રમતો અમીત વિલેશભાઇ કુકાવા (ઉ.વ.ર૧) (રહે. રાજકોટ લોહાનગરમાં) ને પકડી લઇ રૂા. ૩૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
