<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

જવાહર ચાવડા ફરી સક્રિયઃ બેરોજગારીનો મુદો ઉઠાવ્‍યો

૧ થી ૩ સપ્‍ટેમ્‍બર દરમિયાન માણાવદર, વંથલી, મેંદરડામાં બેરોજગારોને મળીને સમસ્‍યાના મુળ સુધી પહોંચવાનો પ્રયાસ કરશેઃ જુનાગઢ-ગીર સોમનાથ જીલ્લાનો પ્રવાસ ખેડશે

રાજકોટ તા. ર૮ :.. માણાવદરના પૂર્વ ધારાસભ્‍ય રાજયના પૂર્વ મંત્રી અને ભાજપ અગ્રણી જવાહરભાઇ ચાવડા ફરી વધુ સક્રિય થયા છે. અને બેરોજગારનો મુદો ઉઠાવ્‍યો છે.

સોશ્‍યલ મિડીયામાં વાયરલ વિડીયોમાં  જવાહરભાઇ ચાવડાએ જણાવ્‍યું છે કે, મને ઘણા ભાઇઓ, બહેનોએ બેરોજગારીની સમસ્‍યા જણાવી છે. અને ત્‍યારબાદ મે નકકી કર્યુ છે કે, યુવક-યુવતિઓને રૂબરૂ મળીને આ બેરોજગારીની સમસ્‍યાના  મુળ સુધી પહોંચવા માટે ગીર સોમનાથ અને જૂનાગઢ જીલ્લાનો પ્રવાસ કરવાનું નકકી કર્યુ છે.

જવાહરભાઇ ચાવડાએ વધુમાં જણાવ્‍યુ છે કે, આ માટે તા. ૧ સપ્‍ટેમ્‍બરે સવારે ૧૦ થી બપોરના ૧ માણાવદર પ્રજાપતિ સમાજ, તા. ર ના સખર ભવન વંથલીમાં સવારે ૧૦ થી બપોરના ૧ તથા તા. ૩ સપ્‍ટેમ્‍બરના સિંધી સમાજ, નાજાપુર રોડ, મેંદરડા ખાતે બેરોજગાર યુવક-યુવતિઓને મળીને તેમને સાંભળશે.  (પ-૧૩)

(11:36 AM IST)