<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

જોધપર ઝાલામાં નવોઢા ભારતીએ ફાંસો ખાધોઃ પરિવારે બચાવી લીધી

ઘરમાં સતત દેકારા, બકવાસ કરતી હોઇ સાસરિયાએ તેણીના ભાઇને જાણ કરી બોલાવતાં ડરીને પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૮: ટંકારાના જોધપર ઝાલા ગામે રહેતી ભારતીબેન વિપુલભાઇ પારઘી (ઉ.વ.૨૬) નામની નવોઢાએ ઘરમાં છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ મોટા સાસુ સહિતના પરિવારજનો જોઇ જતાં તેને ઉંચકી લઇ ફાંસામાંથી છોડાવી લીધી હતી. ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.

ભારતીબેનના માવતર જોડીયાના રસનાળ ગામે રહે છે. તેણીના લગ્ન સાત મહિના પહેલા જ વિપુલભાઇ પારઘી સાથે થયા છે. મોટા સાસુ હંસાબેને કહ્યું હતું કે  ભારતી બે દિવસમાં ઘરમાં દેકારા કરતી હોઇ અને વારેઘડીએ દરવાજા બંધ કરી બકવાસ કરતી હોઇ અમને બીક લાગતાં અમે તેના ભાઇને ફોન કરીને જોધપર બોલાવ્‍યો હતો. આ અંગેની જાણ તેણીને થતાં ભાઇ પોતાને ખીજાશે કે તેડી જશે તેવો ડર લાગતાં તેણીએ આ પગલુ ભર્યુ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(12:08 PM IST)