તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 28th August 2025
રાણપુરના વિદ્યાર્થીની આત્મહત્યા
ભણતરના ભાર સામે જિંદગી હારી ગયોઃ લખતર પાસેની નર્મદા કેનાલમાં ઝંપલાવી કોલેજના ત્રીજા વર્ષમાં એટીકેટી આવતા અર્પિત બારીયા માનસિક તણાવમાં આવી ગયેલ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૮: લખતર તાલુકાની સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલ સુસાઇડ પોઇન્ટ બની ગયું હોય તેવાં દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ત્યારે લખતર બજરંગપુરા જવાના માર્ગ પર પૂલથી ૨૦૦ મીટર બાળા તરફ જવાના રસ્તા પર અને બજરંગપુરા અને બાળા ની વચ્ચે સુરેન્દ્રનગરના એક સ્ટુડન્ટે આપઘાત કરી જીવ ટૂંકાવ્યો હતો જે સ્ટુડન્ટ ૨૩ વર્ષય બારીયા અર્પિતકુમાર એરમીયાભાઈ નો મળતદેહ નર્મદા કેનાલ ને પાણીમાં તરતો હોવાનું બાળા પંપીંગ સ્ટેશનના અધિકારી દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી..
લખતર પોલીસ હેડ કોન્સ્ટેબલ વી એસ ભુવત્રા અને અનિકેત સિસોદિયા અને જયપાલસિંહ પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા લખતર પોલીસ દ્વારા મળતદેને બહાર કાઢવા માટે વઢવાણ ફાયર ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ને સ્ટુડન્ટના મળત દેહને નર્મદાના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ મળતક અર્પિત એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ટીવાય બીએ નું પાંચમું સેમિસ્ટર ચાલુ હતું અને ત્રીજા સેમેસ્ટર ની અંદર કે.ટી આવતા અર્પિત મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો હતો..
જેને લઇ નર્મદા કેનાલમાં સુસાઇડ કર્યાનું સામે આવ્યું હતું. અર્પિત રાણપુર થી સુરેન્દ્રનગર કોલેજ ખાતે ડેઇલી ટ્રેનની અંદર ભણવા માટે આવતો હતો જે ટ્રેનની ટિકિટ તેના પાકીટમાંથી મળી આવી હતી અને પાકીટમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ એટીએમ કાર્ડ જેવી ચીજ વસ્તુઓ મળી આવતા તેના આધારે ઓળખ થઇ હતી. અર્પિત સુરેન્દ્રનગર થી તારીખ ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ વાગે ગુમ થયો હતો અને ગુમ થયાની રાવ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જે વિદ્યાર્થીનો મળતદેહ ૨૬ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ રાત્રિના ૯:૩૦ ની અરસામાં તરતો મળી આવ્યો હતો..
મૂળ અરવલ્લી જિલ્લાના ભિલોડા ના વતની હાલ બોટાદ જિલ્લા ના રાણપુર ખાતે રહેતા એરમિયાભાઈ એસ બારીયા જે ચુડા તાલુકાના વાણીયાવદર સ્કૂલના આચાર્ય તરીકે ફરજ બજાવતા હોય અને રાણપુર મદનીનગર સોસાયટીમાં રહેતા હોય ત્યારે બંને પુત્ર પણ સાથે રહેતા હતા જેમાં અર્પિત બંને ભાઈઓમાં મોટો હતો અને અપરણિત હતો તે વહેલી સર્વિસ સુરેન્દ્રનગર કોલેજ કરવા માટે અપડાઉન કરતો હતો.
ત્મોડી રાત્રે આશરે ૯-૩૦ વાગ્યાની આસપાસ તેનો મળતદેહ બજરંગપુરા અને બાળા વચ્ચે મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા તેમના પિતાને જાણ કરવામાં આવી હતી ત્યારે પરિવારના તમામ સભ્યો લખતર હોસ્પિટલ ખાતે પોહચ્યા હતા લખતર પોલીસ દ્વારા સ્ટુડન્ટના મળતદેનો પીએમ કરી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો ૨૩ વર્ષ યુવક અર્પિત નું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. (૭.૧૪)
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
